WhatsAppમાં મેસેજ એડિટને લઈ આવશે જોરદાર ફીચર, આટલી મિનિટમાં કરી શકશો મેસેજ એડિટ
આ ફીચર ત્યારે કામમાં આવશે જ્યારે કોઈ વ્યક્તિ આખો મેસેજ ડિલીટ કરવા નથી ઈચ્છતો, પરંતુ માત્ર અમુક શબ્દોને એડિટ કરવા માંગે છે. ઉપરાંત, આ સુવિધા ફક્ત લેટેસ્ટ WhatsApp વર્ઝનને સપોર્ટ કરશે અને ફક્ત મેસેજને એડિટ કરવાની મંજૂરી આપશે અને મીડિયા કૅપ્શનને નહીં.

WhatsApp તેના વપરાશકર્તાઓની ગોપનીયતા અને એપ્લિકેશન અનુભવને બહેતર બનાવવા માટે લગભગ દર મહિને નવા ફીચર રજુ કરે છે. લેટેસ્ટ અપડેટમાં પણ WhatsAppએ તેના iOS, Android અને વેબ વપરાશકર્તાઓને iOS માટે પિક્ચર-ઈન-પિક્ચર મોડ, કેપ્શન સાથે ફોરવર્ડ મીડિયા, મેસેજ યોરસેલ્ફ સહિત ઘણા નવા ફીચર્સ આપ્યા છે. હવે વોટ્સએપ તેના યુઝર્સ માટે વધુ એક અદ્ભુત ફિચર રોલઆઉટ કરવા માટે તૈયાર છે, જે તેમને મોકલેલા મેસેજને એડિટ કરવાની પણ મંજૂરી આપશે.
આ પણ વાંચો: હવે PIN નાખ્યા વગર Paytm દ્વારા થશે પેમેન્ટ, આ રીતે આ કરો નવા ફીચરનો ઉપયોગ
વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી વેબસાઈટ Wabetainfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ડેવલપર્સ એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે જે યુઝર્સ મેસેજને એડિટ કરી શકશે. રિપોર્ટ સૂચવે છે કે, “WhatsApp એપમાં ભવિષ્યના અપડેટ્સમાં મેસેજ એડિટ કરવાની ક્ષમતા લાવવા પર કામ કરી રહ્યું છે.”
રિપોર્ટમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે નવા એડિટ મેસેજ ફીચર યુઝર્સને 15 મિનિટની અંદર મોકલેલા કોઈપણ મેસેજને એડિટ કરવાની મંજૂરી આપશે. આનાથી વપરાશકર્તાઓ સંદેશમાં કોઈપણ ભૂલોને એડિટ કરી શકશે અથવા મૂળ સંદેશમાં વધુ માહિતી ઉમેરી શકશે.
જણાવી દઈએ કે વોટ્સએપ પહેલાથી જ યુઝર્સને મેસેજ ડિલેટ ફોર ઓલની સુવિધા આપે છે, આ ફીચર ત્યારે કામમાં આવશે જ્યારે કોઈ વ્યક્તિ આખો મેસેજ ડિલીટ કરવા નથી ઈચ્છતો, પરંતુ માત્ર અમુક શબ્દોને એડિટ કરવા માંગે છે. ઉપરાંત, આ સુવિધા ફક્ત લેટેસ્ટ WhatsApp વર્ઝનને સપોર્ટ કરશે અને ફક્ત મેસેજને એડિટ કરવાની મંજૂરી આપશે અને મીડિયા કૅપ્શનને નહીં.
હાલમાં, આ સુવિધા iOS વપરાશકર્તાઓ માટે ડેવલમેન્ટના તબક્કામાં છે, પરંતુ તે ટૂંક સમયમાં બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ થવાની અપેક્ષા છે. વપરાશકર્તાઓ ભવિષ્યમાં એપ્લિકેશન અપડેટ્સમાં નવી સુવિધાઓ મેળવી શકે છે.
યુઝર્સ ઓરિજનલ ક્વોલિટીમાં ફોટા મોકલી શકશે
દરમિયાન, WhatsApp iOS વપરાશકર્તાઓ માટે એક નવા ફીચરનું પણ પરીક્ષણ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને iOS ઉપકરણો પર ફોટોની ક્વોલિટી બદલવાની મંજૂરી આપશે. આ સુવિધા હાલમાં બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં દરેક માટે રોલઆઉટ થવાની અપેક્ષા છે. હાલમાં આ સુવિધામાં અપડેટ ફક્ત iOS બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે, જેઓ ટેસ્ટ ફ્લાઈટ બીટા પ્રોગ્રામનો ભાગ છે અને વર્ઝન 23.4.0.70 ધરાવે છે.
એકવાર આ સુવિધા દરેક માટે ઉપલબ્ધ થઈ જાય પછી વપરાશકર્તાઓ WhatsApp ચેટ સેટિંગ્સમાં એક નવો ફોટો ક્વોલિટી વિકલ્પ જોશે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ ઓરિજિનલ ક્વોલિટીમાં ફોટો મોકલી શકશે. હાલમાં, વોટ્સએપ ડેટા બચાવવા માટે ફોટાને કોમ્પ્રેસ કરે છે. તેથી, હાઈ ક્વોલિટીના ફોટો મોકલવા માટે વપરાશકર્તાઓએ તેમના ફોટાને દસ્તાવેજોમાં કન્વર્ટ કરવા પડશે. જો કે, નવા અપડેટ સાથે, WhatsApp વપરાશકર્તાઓને ઉપલબ્ધ ઇન્ટરનેટ નેટવર્ક્સ પર હાઈ ક્વાલિટીની ઈમેજ મોકલવાની મંજૂરી આપશે.
વોટ્સએપ ડેસ્કટોપ યુઝર્સ માટે પણ આ જ ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે. દરમિયાન, એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ ફીચર પહેલેથી જ આવી ગયું છે. ફોટો ક્વોલિટી સેટિંગ બદલવા માટે, WhatsApp સેટિંગ્સ -> સ્ટોરેજ અને ડેટા -> મીડિયા અપલોડ ક્વોલિટી -> તમારી પસંદગી મુજબ ફોટો ક્વોલિટી સેટિંગ બદલો.