કામના સમયે મિત્રો અને સબંધીઓ કરી રહ્યા છે પરેશાન, WhatsAppના આ ટોપ ફીચર્સ આવશે કામ
કેટલીકવાર એવું બને છે કે યુઝર્સ વર્ક પ્લેસ પર કેટલાક ઑફિસ ગ્રુપનો એક ભાગ હોય છે, આ કિસ્સામાં તે સતત એક્ટિવ હોય છે. બીજી તરફ જો કામના સમયે કેટલાક મિત્રો કે સંબંધીઓના મેસેજ આવે તો મુશ્કેલી સર્જાય છે.

ચેટિંગ માટે વોટ્સએપનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે. હાલ દરેક યુઝર પાસે સ્માર્ટફોન છે અને તેમની પાસે વોટ્સએપ એકાઉન્ટ પણ છે. આવી સ્થિતિમાં કોઈપણ યુઝર સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો WhatsApp છે. જો કોઈ વ્યક્તિનો WhatsApp દ્વારા સંપર્ક કરવામાં આવે છે તો વહેલા કે મોડા તમારો સંદેશ વ્યક્તિ સુધી પહોંચે છે, કારણ કે WhatsApp ખોલવું એ એક ટેપનું કામ છે. આવી સ્થિતિમાં કોઈ પણ મેસેજ લાંબા સમય સુધી વાંચ્યા વગર રહેતો નથી. જોકે, વોટ્સએપના કેટલાક યુઝર્સ માટે પણ તે એક સમસ્યા છે.
આ પણ વાંચો: 4K TV કે HD શેમાં આવશે થિયેટર જેવી મજા અને વીજળી બિલ ઓછુ ? મોટાભાગના લોકો નથી જાણતા
કેટલીકવાર એવું બને છે કે યુઝર્સ વર્ક પ્લેસ પર કેટલાક ઑફિસ ગ્રુપનો એક ભાગ હોય છે, આ કિસ્સામાં તે સતત એક્ટિવ હોય છે. બીજી તરફ જો કામના સમયે કેટલાક મિત્રો કે સંબંધીઓના મેસેજ આવે તો મુશ્કેલી સર્જાય છે. એટલા માટે વોટ્સએપ પોતે યુઝર્સને કેટલાક ટોપ ફીચર્સનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જણાવી દઈએ કે ઘણા ટોપના ફીચર્સ તમારી પ્રાયવસી જાળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ ટોપ ફીચર્સની મદદથી તમારી પ્રાઈવસી જાળવવામાં આવશે
ઘણી વખત તમે વોટ્સએપ પર એવા ગ્રુપનો હિસ્સો બનો છો, જ્યાં વારંવાર મેસેજ આવે છે. આવી સ્થિતિમાં યુઝરને ગુપ્ત રીતે ગ્રુપ છોડવાની સુવિધા મળે છે. ખાસ વાત એ છે કે અન્ય યુઝર્સને જાણ પણ નહીં થાય છે. વોટ્સએપ પરના કેટલાક કોન્ટેક્ટ્સ ઈરિટેટિંગ હોય છે અને કેટલાક સિક્રેટ હોય છે. આ કિસ્સામાં તમે આ કોન્ટેક્ટ્સને WhatsAppની આર્કાઇવ ચેટમાં ઉમેરી શકો છો. અહીં આવતા સંદેશાઓ છુપાયેલા રહે છે અને સ્ક્રીન પર વારંવાર દેખાતા નથી.
જો તમે કોન્ટેક્ટનો મેસેજ વાંચ્યા પછી પણ રિપ્લાય ન આપવા માંગતા હોય તો તમે રીડ રિસિપ્ટ્સને બંધ કરી શકો છો. આવી સ્થિતિમાં, તમારા સંપર્કને સંદેશ વાંચ્યા પછી પણ, વાદળી ટિક દેખાતી નથી અને તમે જવાબ આપવાથી પણ બચી શકો છો. જો તમે કોઈપણ ગ્રુપ અથવા કોન્ટેક્ટમાંથી આવતા મેસેજની સૂચનાથી પરેશાન છો, તો તમે મ્યૂટ ચેટના વિકલ્પ પર જઈ શકો છો. એકવાર ચેટ મ્યૂટ થઈ જાય, પછી તમને નવી ચેટની કોઈ સૂચનાઓ પ્રાપ્ત થશે નહીં.