AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરાબ નેટવર્કથી છો પરેશાન ? ફોનમાં ઓન કરી દો આ ફીચર, વાતચીતમાં નહીં આવે કોઈ સમસ્યા

નેટવર્ક પ્રોબ્લેમ (Network Problem) ના કારણે ઘણીવાર કોલ ડ્રોપ જેવી સમસ્યા પણ આવે છે. પરંતુ આ સમસ્યાને દુર કરી શકાય છે. તેના માટે તમારે ફોનમાં આ ફિચર ઓન કરવું પડશે.

ખરાબ નેટવર્કથી છો પરેશાન ? ફોનમાં ઓન કરી દો આ ફીચર, વાતચીતમાં નહીં આવે કોઈ સમસ્યા
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 11:36 AM
Share

મોબાઈલ આજે ખુબ ઉપયોગી અને જીવન જરૂરીયાત વસ્તુ બની ગયો છે તેમાં પણ સ્માર્ટફોન (Smartphone)થી આપણા ઘણા કામ સરળ થઈ ગયા છે. જેમાં બધી વસ્તુ આજે આંગળીના ટેરવે મળી જાય છે. પરંતુ ઘણી વખત ખરાબ નેટવર્ક(Network Problem)ના કારણે સમસ્યા સર્જાય છે. તમે પણ ક્યારેક તો આ સમસ્યાનો સામનો કર્યો જ હશે. નેટવર્ક પ્રોબ્લેમના કારણે ઘણીવાર કોલ ડ્રોપ જેવી સમસ્યા પણ આવે છે. પરંતુ આ સમસ્યાને દુર કરી શકાય છે. તેના માટે તમારે વાઈફાઈ કોલિંગ (Wi-Fi Calling) ફીચર ઓન કરવું પડશે.

Wi-Fi કૉલિંગ એ નવો કોન્સેપ્ટ નથી. ઘણા ટેલિકોમ ઓપરેટરો પણ ભારતમાં આ સુવિધા પ્રોવાઈડ કરે છે. આ ટેક્નોલોજીથી તમે ઓછા નેટવર્ક કવરેજમાં પણ કોલ ડ્રોપ વગર વાત કરી શકો છો. હવે મોટાભાગના સ્માર્ટફોન Wi-Fi કૉલિંગને પણ સપોર્ટ કરે છે. આ વિકલ્પ એવા લોકો માટે ખૂબ જ સારો છે જેમની પાસે મોબાઇલ નેટવર્ક ઓછું છે પરંતુ, તેમના ઘર અથવા ઓફિસમાં Wi-Fi કનેક્શન છે. જેમ કે Wi-Fi કૉલિંગ નામ પરથી જ જાણી શકાય છે કે વપરાશકર્તાઓને Wi-Fi નેટવર્ક દ્વારા કૉલ કરવાની મંજૂરી આપે છે.

Wi-Fi કૉલિંગ શું છે?

VoWi-Fi (Voice Over Wi-Fi) તમને Wi-Fi નેટવર્ક પર વૉઇસ અથવા વિડિઓ કૉલ્સ કરવાની મંજૂરી આપે છે. આ સાથે, ટેલિકોમ ઓપરેટર્સ વપરાશકર્તાઓને નેટવર્કની જગ્યાએ ઇન્ટરનેટ પર કૉલ કરવાની મંજૂરી આપે છે. આના કારણે, જો તમારી પાસે નેટવર્ક કવરેજ ઓછું હોય, તો પણ તમને ક્રિસ્ટલ ક્લિયર કૉલિંગ અનુભવ મળશે.

Wi-Fi કૉલિંગ કેવી રીતે ચાલુ કરવું?

આપને જણાવી દઈએ કે બધા સ્માર્ટફોનમાં Wi-Fi કૉલિંગ માટે સપોર્ટ નથી. આ કારણે તમારે પહેલા ચેક કરવું પડશે કે તમારા ફોનમાં આ સુવિધા આપવામાં આવી છે કે નહીં. તમે ફોનના સેટિંગમાં જઈને તેને ઓન કરી શકો છો. આ માટે તમે ફોનના સેટિંગમાં જઈને Wi-Fi કૉલિંગ સર્ચ કરી શકો છો. જો કે, જો તમારું Wi-Fi કનેક્શન ધીમું છે તો તમને કૉલ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સુવિધા Android અને iPhone બંને માટે ઉપલબ્ધ છે.

Follow Us
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
g clip-path="url(#clip0_868_265)">