ફેબ્રુઆરીમાં ટ્વિટરે જાહેરાત કરી હતી કે SMS ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) 20 માર્ચથી ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ સુધી મર્યાદિત રહેશે. જો તમે હજી સુધી તમારા Twitter એકાઉન્ટ પર સુરક્ષા સેટિંગ્સ અપડેટ કરી નથી, તો હવે તે કરવાનો સમય છે. ગયા મહિને, એલોન મસ્કની માલિકીના પ્લેટફોર્મે જાહેરાત કરી હતી કે SMS-આધારિત 2FA ને ઍક્સેસ કરવા માટે વપરાશકર્તાઓને Twitter Blue પર સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર પડશે, જેનો ખર્ચ દર મહિને 8 ડોલર છે. જે વપરાશકર્તાઓ પાસે પહેલાથી જ 2FA સુવિધા સક્ષમ છે તેઓએ Twitter બ્લુ પર સબ્સ્ક્રાઇબ કરવું પડશે અથવા SMS-આધારિત 2FA જાળવી રાખવા માટે તેને નિષ્ક્રિય કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો: WhatsApp લાવ્યુ મોર્ડન ઇન્ટરફેસ સાથે નવું ચેટ એટેચમેન્ટ મેનૂ, જાણો શું છે ખાસ
જો તમે 20 માર્ચ સુધીમાં સેટિંગ્સ અપડેટ કરવામાં નિષ્ફળ થશો, તો તમારું એકાઉન્ટ બંધ તો નહીં થાય, પરંતુ Twitter 2FA દૂર કર્યા પછી તમારું એકાઉન્ટ સુરક્ષિત રહેશે નહીં. તમે સામાન્ય રીતે એકાઉન્ટ એક્સેસ કરી શકશો. જો કે, ત્યારબાદ તમારું એકાઉન્ટ પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે નહીં.
2FA એ એક એક્સ્ટ્રા પ્રાયવસી ફીચર છે જે ખાતરી કરે છે કે તમારું Twitter એકાઉન્ટ ખોટી વ્યક્તિના હાથમાં ન આવે. 2FA માટે તમારે પાસવર્ડ અને કોડ સાથે તમારી ઓળખની પુષ્ટિ કરવાની જરૂર હોય છે જે તમારા સ્માર્ટફોન પર ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવે છે. જો કોઈને તમારો પાસવર્ડ ખબર હોય, તો પણ તેઓ તમારું એકાઉન્ટ એક્સેસ કરી શકશે નહીં.