Tech Tips: મોબાઈલ એપ્સને લોકેશન ટ્રેક કરતા કેવી રીતે રોકવી, જાણો સરળ સ્ટેપ્સ

|

Jul 05, 2022 | 2:24 PM

કેટલીક એપ્સ કોઈ ચોક્કસ હેતુ વગર તમારા લોકેશન(Location)ની એક્સેસ માંગે છે. તેમાં મૂવી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ, ફોટો એડિટિંગ સોફ્ટવેર, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા જેવી એપ્સનો સમાવેશ થાય છે.

Tech Tips: મોબાઈલ એપ્સને લોકેશન ટ્રેક કરતા કેવી રીતે રોકવી, જાણો સરળ સ્ટેપ્સ
Google Maps
Image Credit source: File Photo

Follow us on

આજના સમયમાં ટેક્નોલોજી(Technology)નો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આજકાલ લોકો ફોનમાં ગૂગલ મેપ્સ (Google Maps)નો ઘણો ઉપયોગ કરે છે. મેપનો ઉપયોગ કરીને તમે સરળતાથી ગમે ત્યાં જઈ શકો છો. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ એવી જગ્યાએ પહોંચી જઈએ છીએ જેની આપણને જાણ હોતી નથી. આવી સ્થિતિમાં, આપણે માહિતી માટે Google અને અન્ય સેવાઓની મદદ લઈએ છીએ, પરંતુ આ એપ્લિકેશન્સ અને સેવાઓ તમને દરેક જગ્યાએ ટ્રેક કરે છે, જે તમારી ગોપનીયતા માટે પણ ખતરો બની શકે છે.

આ એપ્સનો ઉપયોગ કરવાથી પણ વધુ બેટરીનો વપરાશ થાય છે. આ સિવાય કેટલીક એપ્સ કોઈ ચોક્કસ હેતુ વગર તમારા લોકેશનની એક્સેસ માંગે છે. તેમાં મૂવી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ, ફોટો એડિટિંગ સોફ્ટવેર, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા જેવી એપ્સનો સમાવેશ થાય છે. જો તમે નથી ઈચ્છતા કે કંપનીઓ તમને ટ્રૅક કરે, તો તમે તમારા ફોન પર લોકેશન ટ્રૅકિંગ ડિવાઇસને ડિસેબલ કરી શકો છો.

એપ્સને લોકેશન ટ્રૅક કરવાથી કેવી રીતે રોકવી

કોઈપણ એપને લોકેશન ટ્રેક કરવાથી રોકવા માટે, તમારે તમારા એન્ડ્રોઈડ ફોનના સેટિંગમાં જવું પડશે, જ્યાં તમારે પ્રાઈવસી ઓપ્શનમાં હાજર પરમીશન મેનેજરમાં જઈને લોકેશન સિલેક્ટ કરવું પડશે. આ પછી તમને Allowed all the time અને Allowed only while in use એપ્સનો વિકલ્પ મળશે. આમાંથી, તમે તમારી અનુકૂળતા અનુસાર કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકો છો. એ મહત્વનું છે કે અહીં તમારે એ પણ નક્કી કરવાનું છે કે એપ તમારા લોકેશનને ક્યારે એક્સેસ કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અહીં તમે Ask every time અને Don’t allow નો વિકલ્પ પસંદ કરી શકો છો. Ask every time પસંદ કરવાથી દરેક વખતે એપ શરૂ થાય ત્યારે તમને લોકેશન પરમિશન માટે પૂછવામાં આવશે, જ્યારે Don’t allow વિકલ્પ એપ માટે લોકેશન એક્સેસ સંપૂર્ણપણે બંધ કરી દેશે.

iPhone માં લોકેશન પરમિશન બંધ કરો

બીજી તરફ, iPhoneમાં લોકેશન પરમિશન બદલવા માટે, તમારે સેટિંગ્સમાં જઈને પ્રાઈવસી વિકલ્પ પસંદ કરવો પડશે અને પછી લોકેશન સર્વિસ(Location Services)માં જવું પડશે અને તમે એન્ડ્રોઈડ જેવી એપ્સ માટે લોકેશન સર્વિસને બંધ અને બદલી શકો છો.

Next Article