મીડિયા રેગ્યુલેશનમાં ડિજિટલ મીડિયાનો કરવામાં આવશે સમાવેશ, ઉલ્લંઘન બદલ નોંધણી રદ અથવા થશે દંડ !

સૂચના અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) પ્રેસ અને સામયિક બિલની નોંધણીમાં સુધારા અંગે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

મીડિયા રેગ્યુલેશનમાં ડિજિટલ મીડિયાનો કરવામાં આવશે સમાવેશ, ઉલ્લંઘન બદલ નોંધણી રદ અથવા થશે દંડ !
Symbolic ImageImage Credit source: TV9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 12:23 PM

આવતા અઠવાડિયે શરૂ થનારા સંસદ સત્રમાં સરકાર મીડિયા નોંધણી માટેના નવા કાયદામાં ડિજિટલ મીડિયા(Digital Media)નો પણ સમાવેશ કરી રહી છે. અગાઉ ક્યારેય સરકારી નિયમનમાં ડિજિટલ મીડિયાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બિલની મંજૂરી બાદ જો ન્યૂઝ સાઇટ્સ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ અંતર્ગત ન માત્ર તેમનું રજીસ્ટ્રેશન રદ કરી શકાય છે પરંતુ તેમને દંડ પણ થઈ શકે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) પ્રેસ અને સામયિક બિલની નોંધણીમાં સુધારા અંગે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ અંતર્ગત પહેલીવાર ડિજિટલ મીડિયાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. હવે તેના કાર્યક્ષેત્રમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા પ્રસિદ્ધ થયેલા સમાચારનો સમાવેશ થશે. આ બિલ લાગુ થયા બાદ હવે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સે રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે અને આ કામ કાયદો અમલમાં આવ્યાના 90 દિવસની અંદર કરવાનું રહેશે.

પ્રેસ રજિસ્ટ્રાર જનરલને અરજી કરવાની રહેશે

આ કાયદાના અમલ પછી, ડિજિટલ સમાચાર પબ્લિશર્સએ પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે નોંધણી માટે અરજી કરવી પડશે. આ સિવાય જો કોઈ ડિજિટલ પબ્લિશર્સ સરકાર દ્વારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ રજિસ્ટ્રાર જનરલને આ કાર્યવાહી કરવાનો અધિકાર હશે. જો દોષી સાબિત થશે તો પ્રકાશકોની નોંધણી ન માત્ર સસ્પેન્ડ કરવામાં આવશે પરંતુ તે રદ પણ થઈ શકે છે. આ સિવાય તેના પર દંડ પણ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ડિજિટલ મીડિયા કોઈ કાયદાને આધીન ન હતું

આ કાયદો લાગુ થયા પહેલા, અત્યાર સુધી ડિજિટલ મીડિયા કોઈ કાયદા કે નિયમન હેઠળ નહોતું. હવે આ સુધારા પછી ડીજીટલ મીડિયા સીધા જ માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સાથે અપીલ બોર્ડની પણ યોજના કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પીએમઓ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ આ બિલને મંજૂરી આપી નથી.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">