Technology Update : જો તમારો ફોન પણ વારંવાર હેંગ થાય છે ? તો અપનાવો આ ટ્રીક

|

Nov 08, 2021 | 7:49 AM

આજકાલ બધાના ફોનમાં એટલી એપ્લિકેશન ભરેલી હોય છે કે જેના કારણે ફોન હેન્ગ થવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. પરંતુ જો તમે આ ટ્રીક ફોલો કરો છો તો તમારે ફોન હેન્ગની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

Technology Update : જો તમારો ફોન પણ વારંવાર હેંગ થાય છે ? તો અપનાવો આ ટ્રીક
File photo

Follow us on

આજના ડિજિટલ સમયમાં નાના બાળકોથી લઈને મોટેરા સુધી બધા પાસે એન્ડ્રોઇડ ફોન હોય છે. જયારે એક જમાનો હતો કે આપણા ઘરમાં રીસીવર વાળો ફોન હતો. આજકાલ એવું છે કે લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન છે. જ્યારથી સ્માર્ટફોન આપણા જીવનમાં આવ્યા છે, ત્યારથી આપણા ઘણા કામ સરળ બની ગયા છે. સ્માર્ટફોનની ઉપયોગીતા આપણે બધા સમજી ગયા છીએ.

પરંતુ ક્યારેક સ્માર્ટફોન હેંગ થઈ જાય છે. ક્યારેક આપણે કોઈ અગત્યનું કામ કરતા હોઈએ ત્યારે ફોન હેંગ થઈ જાય છે. જેના કારણે ઘણું નુકસાન સહન કરવું પડે છે. આજે અમે તમને એવી ટ્રીક વિષે જાણકારી આપીશું જેનાથી તમારા ફોનમાં હેંગની સમસ્યાને દૂર કરી શકે છે. જો તમે આ ટ્રિક્સ ફોલો કરશો તો ફોનની પ્રોસેસિંગ સ્પીડ પણ ખૂબ ઝડપી થઈ જશે. તો ચાલો જાણીએ આ ટ્રીક વિશે.

ફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ વધુ પડતી થઈ જાય છે તો ફોન હેંગ થવા લાગે છે. આ સ્થિતિમાં, બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સને હટાવતા રહો. આમ કરવાથી ફોન ખૂબ જ ઝડપથી ચાલશે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

ફોનની રેમ ઓછી હોય ત્યારે ફોનમાં હેંગની સમસ્યા સૌથી વધુ હોય છે. આ સ્થિતિમાં તમે ઓછા બજેટવાળા ફોનમાં રેમ વધારી શકતા નથી. પરંતુ તમે ફોનમાં રહેલ નકામી એપ્સને ચોક્કસપણે અનઇન્સ્ટોલ કરી શકો છો. આટલું જ નહીં, તમારે સમયાંતરે ફોનની કેશ મેમરી પણ ક્લિયર કરવી જોઈએ.

આ સિવાય એક અન્ય અસરકારક રીત છે જેના દ્વારા ફોન હેંગ થવાનું બંધ થઈ જશે. તમારે સમય સમય પર તમારા ફાઇલ મેનેજરની મેમરીમાંથી બિનજરૂરી વસ્તુઓને કાઢી નાખતા રહેવું જોઈએ. આ અત્યંત મહત્વનું છે. તેનાથી ફોન હેંગ થતો બંધ થઈ જશે.

ટેક નિષ્ણાતોના મતે, નવો હેન્ડસેટ આઠથી 10 મહિના પછી થોડો ધીમો થઈ જાય છે. દરમિયાન, જો તમે ઘણાં બધાં મલ્ટીટાસ્કિંગ કરો છો તો તમને ફોન હેંગ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ફોનની ઇન્ટર્નલ સ્ટોરેજ ખતમ થઈ જાય તો પણ સ્માર્ટફોન ધીમો પડી શકે છે અને હેંગ થઈ શકે છે.

ઘણા લોકો ક્યારેક અજાણી અને શંકાસ્પદ વેબસાઈટ પરથી એપ્સ અને અન્ય વસ્તુઓ ડાઉનલોડ કરે છે, જેના દ્વારા માલવેર અને વાયરસ વગેરે તેમના ફોનમાં પ્રવેશ કરે છે. આ ફોન સાથે તમારી ગોપનીયતા માટે પણ જોખમી હોઈ શકે છે. ટેક નિષ્ણાતો ભલામણ કરે છે કે APK ફાઇલો ક્યારેય ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. આટલું જ નહીં, સ્માર્ટફોન ઘણી વખત વધારે ગરમ થવાને કારણે હેંગ થઈ જાય છે, જ્યારે ઘણી વખત તેને યોગ્ય અપડેટ નથી મળતું, તો પણ આ સમસ્યા જોવા મળે છે. સમય સમય પર તમારા ફોનના સોફ્ટવેર અને એપ્સને અપડેટ કરવાનો પ્રયાસ કરો.

જો તમે ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખશો તો તમારો ફોન ઝડપી થશે અને તમારો ફોન હેંગ પણ નહીં થાય.

આ પણ વાંચો : Earthquake: આંદામાન અને નિકોબાર અને પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા

આ પણ વાંચો : Naagin 6 : એકતા કપૂરે નાગિન સિઝન 6ની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે નવો શો

Published On - 7:48 am, Mon, 8 November 21

Next Article