ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર લોકોની નિર્ભરતાની સાથે સાયબર ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા ઘણી બધી બાબતોને સરળ બનાવી રહ્યુ છે તો બીજી તરફ સાયબર ચોરી યૂઝરની ઇમેજ, તેના પૈસા અને તેમના જીવ પર પણ જોખમ વધારી દે છે.
આજકાલ વોટ્સએપ પર સાઇબર ક્રાઇમની ઘટનાઓ વધી ગઇ છે. એવો જ એક સાઇબર ક્રાઇમ ગોટાળો, વેરિફિકેશન સ્કીમના નામ પર લોકોના વોટ્સએપ એકાઉન્ટને હેક કરી રહ્યો છે. આવો જાણીએ તેનાથી કઇ રીતે બચવું
શું છે વેરિફિકેશન કોડ સ્કેમ
આજકાલ આ સાઇબર ક્રાઇમ ગોટાળો ઘણા લોકોને નુક્સાન પહોંચાડી રહ્યો છે. આ સ્કેમના શિકાર બનીને કેટલાક લોકોએ પોતાના વોટ્સએપ એકાઉન્ટ હેકર્સને આપી બેઠા. સ્કેમર્સ વોટ્સએપના વેરિફિકેશન કોડના માધ્યમથી લોકોના એકાઉન્ટ તો હેક કરે છે પણ સાથે સાથે આમ કરવા માટે તે યૂઝરના પરિવારજનો અને મિત્રોના નામ પર યૂઝરને ઉલ્લુ બનાવે છે.
કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ.
– તમને વોટ્સએપમાં એક મેસેજ આવશે જેમાં 6 અંકોનો કોડ હશે જે એક ટૂ- ફેક્ટર ઓથેન્ટિકેશન કોડ છે જેની મદદથી તમે વોટ્સએપમાં લોગીન કરી શકો છો. – આ મેસેજમાં એ પણ લખેલુ હશે કે તમે આ કોડને અન્ય કોઇ વ્યક્તિ સાથે શેયર ન કરો. – ત્યાર બાદ તમને તમારા કોઇ મિત્ર અથવા તો સંબંધીના નંબર પરથી મેસેજ આવશે કે તેમણે ભૂલથી એમનો વેરિફિકેશન કોડ તમને મોકલી દીધો છે. – તે તમને કહેશે કે એમને આ કોડની જરૂર છે અને તમે આ કોડ તેમને મોકલો. – અહીં હેકર તમારો મિત્ર અથવા તો સંબંધી બનીને તમને મેસેજ કરી રહ્યો હોય છે અને બસ આ જ સ્કેમનો એક ભાગ છે.
તમે કેવી રીતે બચશો
જો તમને આ પ્રકારનો કોઇ પણ મેસેજ આવે તો તેના પર ધ્યાન ન આપો અને તે નંબરને તરત જ રિપોર્ટ કરો અથવા તો બ્લોક કરી દો. આ પ્રકારના કોઇ પણ કોડને કોઇની પણ સાથે શેયર ના કરો.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –