AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Technology: હવે જાતે રિપેર થઇ જશે તમારા ફોનની સ્ક્રિન, આવશે નવી જબરદસ્ત ટેક્નોલોજી

મોંઘા ફોનનું આપણા હાથમાંથી નીચે પડવુ એ મીની હાર્ટ એટેકથી ઓછુ નથી. આપણામાંથી મોટાભાગના લોકોના હાથમાંથી ફોન વારંવાર નીચે પડતો હોય છે.

Phone Technology: હવે જાતે રિપેર થઇ જશે તમારા ફોનની સ્ક્રિન, આવશે નવી જબરદસ્ત ટેક્નોલોજી
Your phone's broken screen will be repaired manually
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:46 AM
Share

ફોનની સ્ક્રિન તૂટવી એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ફોનની સ્ક્રિન (Phone Screen) તૂટવાના દુખનો અનુભવ આપણે બધાએ જીવનમાં એક વાર તો કર્યો હશે. ટેક્નોલોજીમાં (Technology) દર વર્ષે બદલાવ આવવાની સાથે સાથે સ્માર્ટ ફોન ડિવાઇઝ, એક્સેસરીઝ અને રિપ્લેસમેન્ટ પાર્ટ્સની કિંમતો વધતી જ જાય છે. તેવામાં જો તમારા ફોનની સ્ક્રિન ખરાબ થઇ જાય તો તે તમારા ખિસ્સા પર ભાર નાખી શકે છે. મોંઘા ફોનનું આપણા હાથમાંથી નીચે પડવુ એ મીની હાર્ટ એટેકથી ઓછુ નથી. આપણામાંથી મોટાભાગના લોકોના હાથમાંથી ફોન વારંવાર નીચે પડતો હોય છે. પરંતુ એવી ટેક્નિક શોધાય રહી છે જેના આવ્યા બાદ તમારે ફોનની સ્ક્રિન તૂટવાને (Broken screen) લઇને ચિંતા કરવાની જરૂર નહીં રહે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (IIT) ખડગપુર (Khadagpur) અને ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન (IISER) કોલકત્તાની રિસર્ચની એક ટીમે હાલમાં જ વિજ્ઞાન પત્રિકામાં એક નવી સેલ્ફ હીલિંગ ક્રિસ્ટલ મચિરિયલ (Self-Healing Crystalline Material) વિશે માહિતી પબ્લીશ કરી છે. તે કાંચના મૂળ સ્વરૂપને પાછુ લાવવા માટે તૂટેલા ટુકડાના ભાગોને ફરીથી જોડી લેશે.

રિસર્ચ ગ્રુપના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, જીવંત પેશીઓ અને હાડકામાં ઘાના ઉપચાર માટે છેલ્લા એક દાયકામાં ઘણા કૃત્રિમ સ્વ-હીલિંગ પોલિમર, જેલ્સ અને અન્ય નરમ સામગ્રીનો વિકાસ થયો છે. તેમ છતાં, સ્ફટિકીય સામગ્રીમાં આવા સમારકામની નકલ કરવી એ એક પડકાર છે કારણ કે તે ખૂબ કઠણ હોય છે.

આ પણ વાંચો – Stone Killer: સ્ટોન કિલરને પકડવા એક પોલીસ અધિકારી બન્યા હતા gay, કેવી રીતે પહેલી વાર કિલરનો ચહેરો આવ્યો સામે, જાણો આગળની કહાની

આ પણ વાંચો – Malaika Arora થી છૂટાછેડાનાં 4 વર્ષ પછી બોલ્યા અરબાઝ ખાન, કહ્યું- ઘણા લોકોએ ટ્રોલ કર્યો, પરંતુ એનાથી ફર્ક ન પડવો જોઈએ

g clip-path="url(#clip0_868_265)">