AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stone Killer: સ્ટોન કિલરને પકડવા એક પોલીસ અધિકારી બન્યા હતા gay, કેવી રીતે પહેલી વાર કિલરનો ચહેરો આવ્યો સામે, જાણો આગળની કહાની

પોલીસે મજૂર બનીને જ્યાં મજુરો ઉભા રહે છે તે વિસ્તાર અને મુસ્લિમ બનીને મસ્જિદની બહાર અનેક વેશ ધારણ કર્યા હતા અને સ્ટોનકિલરને પકડવા માટે જહેમત ઉઠાવી હતી. આખા ઓપરેશનમાં કુલ 1,200થી વધારે પોલીસ જવાનો જોડાયા હતા.

Stone Killer: સ્ટોન કિલરને પકડવા એક પોલીસ અધિકારી બન્યા હતા gay, કેવી રીતે પહેલી વાર કિલરનો ચહેરો આવ્યો સામે, જાણો આગળની કહાની
The full story of Stone Killer Part-2
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:12 PM
Share

Rajkot: શહેરમાં એક જ મોડેસ ઓપરેન્ડીથી પથ્થરના ઘા ઝીંકીને સતત બે હત્યાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે 2 જૂન 2016ના દિવસે કણકોટ ગામના પાટીયા નજીકથી ફરીથી લાશ મળી હતી. અને આ સળંગ ત્રીજી શંકાસ્પદ હત્યાનો બનાવ સામે આવ્યો હતો.

એક સીસીટીવીથી જાહેર થયો સ્ટોનકિલરનો ચહેરો

દોઢ મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી થયેલી હત્યાના રાજકોટથી લઇને ગાંઘીનગર સુધી પડધા પડ્યાં હતા. તે સમયના રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે (Anupam Singh Gehlot) આ માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક (Rajkot police) પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી હતી. મુખ્યમંત્રીના હોમટાઉનમાં સ્ટોનકિલરનો (stone killer) એટલો ભય ફેલાયો કે લોકો ડરવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા અને શબ્દ સંભળાઈ રહ્યો હતો એ હતો ‘સ્ટોનકિલર’. આ ભયને કારણે કેટલાક વિસ્તારોમાં લોકો રાત્રે જાગવા લાગ્યા, ચોકી પહેરો કરવા લાગ્યા. આ તરફ રાજકોટ પોલીસ કમિશનર (rajkot police commissioner) સહિત સમગ્ર રાજકોટની પોલીસે નાઇટ પેટ્રોંલિંગ વધારી દીધું. રાજકોટની સાથે સાથે આ તપાસમાં એટીએસ પણ જોડાયું અને કોઇપણ રીતે સ્ટોનકિલરને પકડવાનું બીડું ઉપાડ્યું.

રાજકોટની હત્યાઓના ભેદ ઉકેલવા માટે પોલીસ મથી રહી હતી ત્યાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઓધોગિક વિસ્તાર શાપર વેરાવળમાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરાઈ હોવાના સમાચાર મળ્યા, ધીરૂભાઇ વિકાણી નામના વ્યક્તિની વહેલી સવારે પથ્થરના ધા ઝીંકીને હત્યા કરાઈ હતી. પોલીસને આ હત્યા પણ સ્ટોનકીલરે કરી હોવાની શંકા લાગી અને રાજકોટ શહેર પોલીસની સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ આ તપાસમાં જોડાઈ ગઈ.

જો કે ગણતરીના દિવસોમાં શાપરમાં થયેલી હત્યા લૂંટના ઇરાદે હોવાનું સામે આવ્યું અને પોલીસને ગુમરાહ કરવા હત્યા માટે સ્ટોનનો ઉપયોગ કર્યો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. પરંતુ આ તરફ પોલીસ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી રહી હતી ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સટેબલને માહિતી મળી. સીસીટીવી ફુટેજમાં જે ચહેરો છે તેના પરિવારજનો રાજકોટ શહેરમાં રહે છે તેવી સચોટ બાતમી તેને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતને આપી. જેના આધારે ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી અને સીસીટીવીમાં દેખાતો આ વ્યક્તિ હિતેષ રામાવત હોવાનું સામે આવ્યું.

હિતેષને પકડવા 175થી વધુ લોકોની કરાઇ પુછપરછ

હિતેષની ઓળખ તો થઇ હતી પરંતુ તેના પરિવારજનોએ પોલીસને કહ્યું કે, તેઓ હિતેષ સાથે છેલ્લા 10 વર્ષથી સંપર્કમાં નથી. હિતેષ હાલમાં ક્યાં રહે છે, કોની સાથે રહે છે તેની કોઇ જ વાત તેના પરિવારજનોને ખબર ન હતી. જો કે હત્યાના આ ત્રણેય કિસ્સાઓ પરથી હત્યા પાછળ સમલૈગિંક સબંઘો છે તે વાત નક્કી થઇ હતી. જેથી પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી, આખા રાજકોટની પોલીસ એક ટીમ બનીને સ્ટોનકિલરને પકડવા માટે કામે લાગી, પોલીસ કમિશનર ગેહલૌત પણ આ કેસનું મોનીટરીંગ કરવા લાગ્યા અને એકશન પ્લાન તૈયાર કરવા લાગ્યા અલગ અલગ કુલ 175 જેટલા લોકોની પુછપરછ શરૂ કરી જો કે તેમાં પણ કોઇ સફળતા હાથ ન લાગી.

કોઇ બન્યું ગે, કોઇ મુસાફર તો કોઇએ ધારણ કર્યું બ્રહ્મણનું રૂપ

આટલા લોકોની પુછપરછ પછી સ્ટોનકિલર હિતેષ રામાવત સમલૈંગીક સબંધો ધરાવતા વ્યક્તિઓને શિકાર બનાવે છે તેવું સ્પષ્ટ થયું હતું જેથી એક પોલીસ અધિકારી હિતેષને પકડવા માટે ગે (gay) બન્યા હતા અને આ પ્રકારના લોકોની જ્યાં અવરજવર છે તે વિસ્તારોમાં કેટલાક દિવસો પણ વિતાવ્યા હતા. એટલુ જ નહિ ગેનો વેશ ધારણ કરવા માટે સ્ત્રી શણગારના સામાનની પણ ખરીદી કરી હતી અને ખાસ વ્યક્તિ પાસે આ રીતે તૈયાર પણ થયા હતા. પોલીસ ગે બનીને તેના કલબમાં જોડાયા હતા અને સ્ટોનકિલર અંગે કોઇ માહિતી છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી. અને આ વ્યક્તિ કોઇના સંપર્કમાં આવ્યો હતો કે કેમ તે અંગે વોચ રાખતા હતા.

70 દિવસ 1,200 પોલીસ મેદાને

પોલીસે કરેલી તપાસમાં હિતેષ રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતો હોવાની આશંકા હતી જેથી પોલીસે મુસાફરનો વેશ પણ ધારણ કર્યો હતો અને રેલવે સ્ટેશન આસપાસ મુસાફરના વેશ સાથે કેટલાક દિવસો સુધી વોચ ગોઠવી હતી. આ ઉપરાંત પોલીસે મજૂર બનીને જ્યાં મજુરો ઉભા રહે છે તે વિસ્તાર અને મુસ્લિમ બનીને મસ્જિદની બહાર અનેક વેશ ધારણ કર્યા હતા અને સ્ટોનકિલરને પકડવા માટે જહેમત ઉઠાવી હતી. આખા ઓપરેશનમાં કુલ 1,200થી વધારે પોલીસ જવાનો એટલે કે આખા રાજકોટની પોલીસ એક ટીમ થઇને કામ કરતી હતી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત તેને સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા.

70 દિવસની મહેનત બાદ પોલીસને એક સચોટ અને સટીક માહિતી મળી. એક એવી પાકી માહિતી જેનાથી મળ્યું સ્ટોનકિલર ઉર્ફે હિતેષ રામાવતનું એ ઠેકાણું જ્યાં તે રહેતો હતો.

આગળની કહાની આવતી કાલે ભાગ-2માં પ્રકાશિત થશે: કેવી રીતે આ સિરીયલ કિલરને પોલીસે પકડી પાડ્યો. શું હતા કરપીણ હત્યાના કરવા પાછળના રાઝ વાંચો આવતી કાલના અંકમાં આ ખાસ સિરીઝ સ્ટોનકિલર-સમલૈગિંક સબંધોથી હત્યા સુધીની કહાનીમાં.

ભાગ-1 વાંચવા આ લીંક પર ક્લિક કરો:

આ પણ વાંચો: Stone Killer: સમલૈંગિક સંબંધથી લઇને હત્યા સુધીની સ્ટોન કીલરની સંપૂર્ણ કહાની

આ પણ વાંચો: ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ: એક પછી એક 100થી વધારે છોકરીઓ પર થયો બળાત્કાર, તમામ હતી નામી પરિવારની દીકરીઓ, જાણો સંપૂર્ણ કહાની

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">