AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology: હવે તમે વોટ્સએપ પર મોકલી શકો છો ‘Money Heist’ સ્ટીકર્સ, જાણો કેવી રીતે

કંપનીએ પ્રોફેસર, ટોક્યો, બોગોટા, રિયો, સ્ટોકહોમ, આર્ટુરો, લિસ્બન, એલિસિયા સીએરા અને નૈરોબી જેવા શોના પાત્રો દર્શાવતા 17 સ્ટીકરો લોન્ચ કર્યા છે. આ બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ છે.

Technology: હવે તમે વોટ્સએપ પર મોકલી શકો છો ‘Money Heist’ સ્ટીકર્સ, જાણો કેવી રીતે
you can send Money Heist stickers through WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 5:49 PM
Share

Technology: દુનિયાભરના લોકો જે સ્પેનિશ સીરીઝ ‘Money Heist’ ના પાંચમા ભાગની રાહ જોઇ રહ્યા હતા તેમના માટે ઓટીટી પ્લેટફોર્મ Netflix પર આ સીરીઝ રીલિઝ થઇ ચૂકી છે. આ સીરીઝની દિવાનગી વિશે તો સૌ કોઇ જાણે જ છે. લોકો તેના નવા ભાગની રાહ છેલ્લા દોઢ વર્ષથી જોઇ રહ્યા હતા. આ સીરીઝ બધા જ એજ ગ્રૃપના લોકોને પસંદ આવી છે અને તેનો ક્રેઝ એટલો બધો છે કે વોટ્સએપે પણ પોતાના યૂઝર્સ માટે ‘Money Heist’ સ્ટીકર પેકને લોન્ચ કર્યુ છે. હવે વોટ્સએપ પર પણ લોકો પોતાના પસંદના Money Heist ના પાત્રોના સ્ટીકર્સ પોતાના મિત્રોને મોકલી શક્શે.

લોકો પોતાના એક્સપ્રેશન્સ અને મૂડને સ્ટીકર્સ અને ઇમોજીના માધ્યમથી જાહેર કરતા થઇ ગયા છે. આ વોટ્સએપ પર સૌથી વધુ ઉપયોગ થતુ ફિચર છે માટે જ વોટ્સએપ પોતાના દુનિયાભરના યૂઝર્સને લુભાવવા માટે આ Money Heist સ્ટીકર પેક લઇને આવ્યુવ છે.

વોટ્સએપે Money Heist માટે 17 નવા સ્ટીકર્સ લોન્ચ કર્યા છે.

કંપનીએ પ્રોફેસર, ટોક્યો, બોગોટા, રિયો, સ્ટોકહોમ, આર્ટુરો, લિસ્બન, એલિસિયા સીએરા અને નૈરોબી જેવા શોના પાત્રો દર્શાવતા 17 સ્ટીકરો લોન્ચ કર્યા છે. આ બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ છે.

વોટ્સએપ સમયાંતરે નવા સ્ટીકરો લાવે છે.

સ્ટીકર્સ મુચો પિક્સેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અને પેકની કુલ સાઇઝ 658 KB છે. દેખીતી રીતે આવનાર તહેવારો અને પ્રસંગો સાથે, વોટ્સએપ હંમેશા વાતચીતને વધુ અરસપરસ બનાવવા અને વધુ વપરાશકર્તાઓને આકર્ષવા માટે નવા સ્ટીકરો બહાર પાડે છે.

આ રીતે તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો સ્ટીકર્સ

  1. WhatsApp ખોલો.
  2. ચેટ વિન્ડો ખોલો.
  3. સ્ટીકર આયકન પર ક્લિક કરો.
  4. વોટ્સએપના સ્ટીકર સ્ટોરમાં, સ્ટીકર હાઇસ્ટ એનિમેટેડ સ્ટીકર પસંદ કરો.
  5. વોટ્સએપ માટે મની હાઇસ્ટ સ્ટીકર પેક ડાઉનલોડ કરો.
  6. હવે તમારી સ્ટીકર પેક સૂચિમાં મની હાઇસ્ટ સ્ટીકરો ઉમેરવામાં આવશે અને તમે તેને કોઈપણ વપરાશકર્તાને મોકલી શકો છો.

આ પણ વાંચો –

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 18 પોલીસ સહીત 20 ઘાયલ, તહરીક-એ-તાલીબાન પાકિસ્તાને લીધી હુમલાની જવાબદારી

આ પણ વાંચો –

ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા સીએમ રૂપાણી, શહેરી વિકાસને વેગ મળશે

આ પણ વાંચો –

IND vs ENG: મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">