AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા

ભારતીય ટીમ (Team India) વર્તમાનમાં ઓવલ (Oval Test) માં ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યુ છે. ટીમે ઇંગ્લેન્ડ કરતા 171 રનના સરેસાશ સાથે ચોથા દિવસની રમતની શરુઆત કપરી હતી.

IND vs ENG:  મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા
Ravi Shastri
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 4:00 PM
Share

ભારતીય ટીમ (Team India) હાલમાં ઓવલ મેદાન (Oval Test) પર ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે અને આજે આ મેચનો ચોથો દિવસ છે. આવી સ્થિતિમાં ભારત માટે કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે. BCCI એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. આ ચાર લોકોમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri), બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલ નો સમાવેશ છે. શાસ્ત્રીનો ફ્લોર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથીઆ નિર્ણય લેવામાં આવ્યો છે.

BCCI એ તેના નિવેદનમાં કહ્યું છે કે, “BCCI મેડિકલ ટીમે રવિ શાસ્ત્રી, ભરત અરુણ, આર. શ્રીધર અને નીતિન પટેલને સાવચેતીના ભાગરૂપે અલગ રાખવામાં આવ્યા છે. શાસ્ત્રીનો ફ્લો ટેસ્ટ ગત સાંજે પોઝિટિવ આવ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને આ લોકો ટીમ હોટલમાં રહેશે અને મેડિકલ ટીમની ખાતરી વગર ટીમ સાથે મુસાફરી કરશે નહીં.

બીસીસીઆઈએ તેના નિવેદનમાં કહ્યું છે કે ટીમના બાકીના સભ્યોનો ફ્લો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, બાકીની ટીમ ઇન્ડિયા માટે પણ બે ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક છેલ્લી રાત્રે અને એક સવારે. જે સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને ઓવલ ખાતે રમાનારી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

મેચમાં ભારત આગળ

મેચની વાત કરીએ તો આ સમયે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પર ભારે દેખાઈ રહી છે. મુલાકાતી ટીમે ત્રીજા દિવસનો અંત ત્રણ વિકેટના નુકસાને 270 રન સાથે કર્યો અને પોતાની લીડ 171 સુધી લંબાવી. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બીજી વિકેટ માટે 153 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 127 રન અને પૂજારાએ 51 રન બનાવ્યા હતા. વિદેશની ધરતી પર રોહિતની આ પ્રથમ ટેસ્ટ સદી છે અને એકંદરે આઠમી ટેસ્ટ સદી છે. ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગમાં 290 રન બનાવ્યા અને ભારત પર 99 રનની લીડ મેળવી. ચોથા દિવસની રમત પર હવે ટીમનો દારોમદાર રહ્યો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ

આ પણ વાંચોઃ Tokyo Paralympics: બાળપણમાં હું વિચારતો હતો કે ભગવાન શું કર્યું છે, નોઇડા DM સુહાસ યથિરાજે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">