લો, હવે તમે Gmail થી તમારા કોન્ટેક્ટ્સને ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શક્શો

ગૂગલ સ્પેસ અને ગૂગલ કેલેન્ડર માટે નવી સુવિધાઓ સાથે જીમેઇલને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે. ગુગલ મીટ માટે એક નવો કમ્પેનિયન મોડ પણ છે જે તમને વર્ચ્યુઅલ મીટિંગ્સ માટે કોન્ફરન્સ રૂમના ઓડિયો-વિઝ્યુઅલ હાર્ડવેરનો ઉપયોગ કરવા દે છે.

લો, હવે તમે Gmail થી તમારા કોન્ટેક્ટ્સને ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શક્શો

ગૂગલ જીમેલને (Google Gmail) અપડેટ કરી રહ્યું છે જેમાં યુઝર્સ એપ દ્વારા તેમના કનેક્શન પર વોઇસ અને વીડિયો કોલ કરી શકે છે. અપડેટ ગૂગલ દ્વારા તેની એપ્લિકેશનોના સ્યુટમાં વધુ વર્કસ્પેસ સુવિધાઓ રજૂ કરવા માટે મોટી ડ્રાઇવના ભાગ રૂપે આવે છે. Gmail ને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે જેથી વપરાશકર્તાઓને ઇમેઇલ સિવાય વધુ સુવિધાઓ આપી શકાય.

આ અપડેટની મદદથી, વપરાશકર્તાઓ તેમના કોન્ટેક્ટ્સને સીધો ઓડિયો અને વીડિયો કોલ કરી શક્શે. તેઓ જીમેલ મોબાઇલ એપથી પણ આ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ કોલ જીમેલ મીટથી થશે અને આ બધું જીમેલ એપની અંદર જ થશે. આમાં ખાસ વાત એ છે કે ગૂગલ આ ફીચર સીધુ જીમેલ એપમાં લાવી રહ્યું છે, ગૂગલ મીટમાં નહીં.

ગૂગલે તેની શ્રેષ્ઠ સેવાઓનો ઉપયોગ કરીને અન્ય સેવાઓનો પ્રચાર કર્યો છે. ગૂગલ અહીં કામ સંબંધિત તમામ એપ્લિકેશન માટે જીમેઇલને સેન્ટ્રલ હબ બનાવી રહ્યું છે. ઇમેઇલ્સ મોકલવા અને પ્રાપ્ત કરવા ઉપરાંત, કંપની હવે વપરાશકર્તાઓને વ્યક્તિગત અને વીડિયો ચેટ, વીડિયો કોન્ફરન્સનો વિકલ્પ પણ આપે છે. તો સાથે સાથે આમાં વીડિયો અને વોઈસ કોલ પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ માટે જીમેલ ચેટ, સ્પેસ અને મીટ માટે એક્સેસ પોઇન્ટ તરીકે કામ કરે છે. તમને જણાવી દઈએ કે ગૂગલે કહ્યું છે કે તે ભવિષ્યમાં ટૂંક સમયમાં ગૂગલ મીટ ફીચર લોન્ચ કરી શકે છે. અત્યાર સુધી, જીમેલ હેઠળ મીટ ટેબ વપરાશકર્તાઓને વર્ચ્યુઅલ મીટિંગ શરૂ કરવા અથવા તેમાં જોડાવાનો વિકલ્પ આપે છે. આગળ જતાં, સંપર્કોને કોલ કરવાની સુવિધા પણ આ હેઠળ ઉમેરવામાં આવશે. વપરાશકર્તાઓ પછી ગૂગલ ડ્યુઓ અથવા સ્કાયપે જેવી અન્ય વીઓઆઈપી એપ્લિકેશનની જેમ એપ્લિકેશન દ્વારા સમાન સંપર્કમાં વ્યક્તિગત વોઇસ અને વીડિયો કોલ્સ કરી શકશે.

સીધા કોલ કરવાની ક્ષમતા ઉપરાંત, ગૂગલ સ્પેસ અને ગૂગલ કેલેન્ડર માટે નવી સુવિધાઓ સાથે જીમેઇલને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે. મીટ માટે એક નવો કમ્પેનિયન મોડ પણ છે જે તમને વર્ચ્યુઅલ મીટિંગ્સ માટે કોન્ફરન્સ રૂમના ઓડિયો-વિઝ્યુઅલ હાર્ડવેરનો ઉપયોગ કરવા દે છે. આ ઉપરાંત, ગૂગલ તેની મીટ હાર્ડવેર ઇકોસિસ્ટમને વિસ્તૃત કરી રહ્યું છે.

આ પણ વાંચો –

Maharashtra : ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત

આ પણ વાંચો –

IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં 3 ફેરફાર થશે, કોણ IN, કોણ OUT છે, મેચ પહેલા જાણો પ્લેઇંગ ઇલેવન !

આ પણ વાંચો –

T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

Click on your DTH Provider to Add TV9 Gujarati