Solar plants : હવે ઘરોની છત પર સોલાર પ્લાન્ટ લગાવવો સરળ છે, વાંચો, કેવી રીતે અરજી કરવી અને શું છે પ્રક્રિયા ?

હવે ઘરોની છત પર સોલાર પ્લાન્ટ લગાવવાનું સરળ બની ગયું છે. સરકારે સોલાર પ્લાન્ટ બનાવેલા નવા નિયમો હેઠળ, લાભાર્થી પાસેથી મળેલી અરજીઓની નોંધણી, મંજૂર અને ટ્રૅક કરવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ વિકસાવવામાં આવશે.

Solar plants : હવે ઘરોની છત પર સોલાર પ્લાન્ટ લગાવવો સરળ છે, વાંચો, કેવી રીતે અરજી કરવી અને શું છે પ્રક્રિયા ?
Solar panel (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 5:40 PM

હવે ઘરોની છત પર સોલાર પ્લાન્ટ (Solar Plant) લગાવવાનું સરળ બની ગયું છે. સરકારે ઘરોની છત પર સોલાર પ્લાન્ટ લગાવવાની પ્રક્રિયાને (Installation Process) સરળ બનાવી છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે (Ministry of Energy) રૂફટોપ સોલાર પ્રોગ્રામ (Rooftop Solar Program) હેઠળ ઘરની છત પર સોલાર પ્લાન્ટ્સ જાતે અથવા તમારી પસંદગીના વિક્રેતા દ્વારા સ્થાપિત કરવા માટે એક નવી સરળ પ્રક્રિયા બહાર પાડી છે.

નવા નિયમો હેઠળ, લાભાર્થી પાસેથી મળેલી અરજીઓની નોંધણી, મંજૂર અને ટ્રૅક કરવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ વિકસાવવામાં આવશે. ડિસ્કોમના સ્તરે એક જ ફોર્મેટમાં એક પોર્ટલ હશે અને બંને પોર્ટલને લિંક કરવામાં આવશે.

રૂફટોપ સોલર- RTS

નવી સિસ્ટમ હેઠળ રૂફટોપ સોલાર પ્લાન્ટ (રૂફટોપ સોલર- RTS) સ્થાપિત કરવા માટે વ્યક્તિએ હવે રાષ્ટ્રીય પોર્ટલ પર તેની અરજી મોકલવી પડશે. લાભાર્થીએ જે બેંક ખાતામાં સબસિડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. તેની વિગતો સાથે જરૂરી માહિતી સબમિટ કરવાની રહેશે. અરજી કરતી વખતે લાભાર્થીને સમગ્ર પ્રક્રિયા અને સબસિડીની રકમ વિશે જણાવવામાં આવશે કે જેની સાથે સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

અરજી 15 દિવસમાં ડિસ્કોમને મોકલવામાં આવશે

તેના માટેની ટેક્નોલોજી મંજૂરી માટે આગામી 15 કામકાજના દિવસોમાં અરજી સંબંધિત ડિસ્કોમને ઑનલાઇન મોકલવામાં આવશે. એપ્લિકેશનને ડિસ્કોમમાં સ્થાનાંતરિત કર્યા પછી તે ડિસ્કોમ પોર્ટલ પર પણ પ્રદર્શિત થશે.

ટેક્નોલોજી મંજૂરી મેળવ્યા પછી લાભાર્થી તેની પસંદગીના કોઈપણ વિક્રેતા પાસેથી સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. આ માટે વ્યક્તિએ DCR શરતોને પૂર્ણ કરતા સૌર મોડ્યુલો પસંદ કરવા પડશે અને તેમને ALMM અને J3IS પ્રમાણિત ઇન્વર્ટર હેઠળ નોંધણી કરાવવી પડશે. આમાં સામેલ વિક્રેતાઓની યાદી પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્લાન્ટ માટે હશે કેટલાક સુરક્ષા નિયમો

સોલાર પ્લાન્ટ સ્થાપિત થયા બાદ મંત્રાલય પ્લાન્ટ માટે ધોરણો અને વિશિષ્ટતાઓ જારી કરશે. મંત્રાલય લાભાર્થી અને વેચનાર વચ્ચેના કરારનું ફોર્મેટ પણ જારી કરશે. કરારમાં સંખ્યાબંધ શરતો હશે. જેમાં સોલાર પ્લાન્ટ સલામતી અને કામગીરીના માપદંડોને પૂર્ણ કરે છે અને વિક્રેતા કરારની શરતો અનુસાર આગામી પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે પ્લાન્ટની જાળવણી કરશે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લાભાર્થીએ નિર્ધારિત સમયગાળાની અંદર તેમનો પ્લાન્ટ સ્થાપિત કરાવવો પડશે. જો આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની અરજી રદ કરવામાં આવશે અને તેણે RTS પ્લાન્ટની સ્થાપના માટે ફરીથી અરજી કરવી પડશે.

આ પણ વાંચો: Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી

આ પણ વાંચો:  Solar Kranti : સુરતના માંડવી અને ઉમરપાડાના ખેડૂતો સોલાર પંપથી પાણી મેળવીને બારેમાસ ખેતી કરતા થયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">