Solar Kranti : સુરતના માંડવી અને ઉમરપાડાના ખેડૂતો સોલાર પંપથી પાણી મેળવીને બારેમાસ ખેતી કરતા થયા

આ પ્રોજેકટ થકી ખેડૂતોને ખેતી માટે બારેમાસ પાણી મળી રહે છે અને જેથી હવે ખેડૂતો પલાયન નથી કરી રહ્યા. આદિવાસી લોકો હવે ત્યાં મગ, ડાંગર, જુવાર અને અન્ય પાક લેતા થયા છે.

Solar Kranti : સુરતના માંડવી અને ઉમરપાડાના ખેડૂતો સોલાર પંપથી પાણી મેળવીને બારેમાસ ખેતી કરતા થયા
Solar Farming in Surat District
Follow Us:
| Updated on: Dec 16, 2021 | 9:18 AM

સુરત જિલ્લામાં માંડવી(Mandvi ) અને ઉમરપાડા(Umarpada ) વિસ્તારમાં આવેલ જંગલમાં રહેતા વનવાસી આદિવાસીઓ હવે સોલાર પંપ(Solar Pump ) થી પાણી મેળવી ને બારેમાસ ખેતી કરતા થયા છે. જેના કારણે હવે તેઓએ રોજીરોટી મેળવવા બહાર જતા અટક્યા છે અને સ્થળાંતર પણ ઓછું થયું છે. વન વસાહતી ગામના 500 થી ખેડૂતો આ લાભ લઇ રહ્યા છે.

સુરત જિલ્લામાં માંડવી અને ઉમરપાડામાં મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે. જ્યાં ફોરેસ્ટમાં વન વસાહતી ગામડાઓ પણ આવ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી લોકો રહે છે. જેઓ પોતાનું ગુજરાન ચલાવવા મજૂરી કામ કરે છે અને તેના માટે તેઓએ સ્થળાંતર પણ કરવું પડતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વરસમાં વન અધિકારી પુનિત નૈયરના પ્રયાસોથી આ ગામડાઓમાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેના થકી જંગલની પથરાળ જમીનમાં બોરવેલ બનાવીને કુવા બનાવવામાં આવ્યા છે. જેમાં બારેમાસ પાણી મળી રહે છે.

આ અંગે સુરત જિલ્લાના વન સંરક્ષક અધિકારી પુનિત નૈયરએ કહ્યું કે છે જે પાંચ વર્ષ અગાઉ અમે એક ખાનગી કંપનીને અમારા વનવાસી વિસ્તારોમાં કામ કરવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ તેઓએ એક સંસ્થા સાથે મળીને આવા વિસ્તારોમાં સોલાર પેનલ લગાવી છે. અમે જામકુઈ, પિચવાણ અને તેના આજુબાજુ ના ગામડાઓમાં અમે 41 અલગ અલગ યુનિટ બનાવ્યા છે 1 યુનિટમાં દસથી બાર ખેડૂતો અને જોડવામાં આવે છે .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પ્રોજેકટ થકી ખેડૂતોને ખેતી માટે બારેમાસ પાણી મળી રહે છે અને જેથી હવે ખેડૂતો પલાયન નથી કરી રહ્યા. આદિવાસી લોકો હવે ત્યાં મગ, ડાંગર, જુવાર અને અન્ય પાક લેતા થયા છે. પશુપાલન પણ વધ્યું છે અને તેઓનું જીવનધોરણ પણ સુધર્યું છે.

જામકુઈના શૈલેષ વસાવાએ કહ્યું કે “અમારા ગામના મોટા ભાગના લોકો રેતી કાઢવાની મજુરી કરતા હતા અને તેના માટે તે લોકોએ મહિનાઓ સુધી રખડવું પડતું હતું. પહેલા અમે વર્ષમાં એક જ પાક લેતા હતા, પંરતુ હવે બારેમાસ પાણી મળવાથી હું બારેમાસ અલગ અલગ ખેતી કરું છું. જેના કારણે મારી આવક પણ વધી છે. ગઈ સિઝનમાં મેં એક લાખ રૂપિયાના માત્ર તરબૂચ જ વેચ્યા હતા. આ રીતે સોલાર પમ્પથી અમને બારેમાસ પાણી મળવાથી ઘણા ખેડૂતો હવે બહાર નથી જતા. પશુપાલન અને ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: મોડલ બનશે સરપંચ? SRK અને બચ્ચન સાથે કામ કરનાર મોડલે આ ગામની ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">