Vaccination સર્ટિફિકેટમાં રહેલી ભૂલ આ રીતે કોવિન પોર્ટલ પર ઓનલાઇન સુધારો
કોવિન(Cowin)પોર્ટલને સુધારવા માટે સતત કામ કરી રહેલી સરકારે હવે તેમાં એક નવી સુવિધા ઉમેરી છે. જો તમારા રસીકરણના પ્રમાણપત્રમાં કોઈ ભૂલ થઈ છે તો હવે તમે તેને કોવિન(Cowin)પોર્ટલ પરથી ઓનલાઇન સુધારી શકશો.
ભારતમાં કોરોના રસીકરણ(Vaccination)અભિયાન સતત ચાલુ છે. રસીકરણ કરાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી કોવિન(Cowin)પોર્ટલને સુધારવા માટે સતત કામ કરી રહેલી સરકારે હવે તેમાં એક નવી સુવિધા ઉમેરી છે. જો તમારા રસીકરણના પ્રમાણપત્રમાં કોઈ ભૂલ થઈ છે તો હવે તમે તેને કોવિન(Cowin)પોર્ટલ પરથી ઓનલાઇન સુધારી શકશો.
તમે કોવિન પોર્ટલ પર જઇને તમારા રસીકરણ(Vaccination) પ્રમાણપત્ર પર નામ, જન્મ તારીખ અથવા લિંગ બદલી શકો છો. તમારે ફક્ત કોવિનની વેબસાઇટ પર જવાનું છે અને તમારી પ્રમાપપત્રની સમસ્યા અંગે જણાવવાનું છે. આ એવા લોકોને મોટી રાહત આપશે જે રસીકરણના પ્રમાણપત્રમાં ભૂલોથી પરેશાન હતા. સરકારે હવે તેમની માટે ભૂલો સુધારવાનું સરળ બનાવ્યું છે.
Now you can make corrections to your name, year of birth and gender on your Cowin vaccination certificates if inadvertent errors have come in. Go to https://t.co/S3pUoouB6p and Raise an Issue. @mygovindia @CovidIndiaSeva @MoHFW_INDIA @GoI_MeitY @_DigitalIndia #IndiaFightsCorona pic.twitter.com/W32yUGr8Jx
— Aarogya Setu (@SetuAarogya) June 8, 2021
આ સ્ટેપને અનુસરો-
1 સૌ પ્રથમ, કોવિન(Cowin)પોર્ટલ ખોલો અને તમારો રજીસ્ટર મોબાઇલ નંબર દાખલ કરો અને તમારું એકાઉન્ટ ખોલો
2 તે પછી તમારી સમસ્યાની જાણ કરવા માટે વિકલ્પ પર ક્લિક કરો
3 ક્લિક કર્યા પછી, તમે ત્રણ વિકલ્પો આવશે.
4 તમારી સમસ્યા અનુસાર વિકલ્પ પસંદ કરો અને સાચી માહિતી દાખલ કરો
હાલ દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, સોમવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે હવે કોરોના રસી દેશભરમાં દરેકને મફત આપવામાં આવશે. હવે દેશમાં 18 થી 44 વર્ષની વય જૂથના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકો પર રસીની અસર જોવા માટે સતત ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં બાળકો માટે પણ કોરોના રસી ઉપલબ્ધ થશે.