Mission Sun : સૂર્યની નજીક પહોંચ્યું આદિત્ય L1, સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ત્રીજુ અર્થ બાઉન્ડ મેન્યૂવર
આદિત્ય એલ-1 સૂર્ય તરફ તેના પગલાં ભરી રહ્યું છે. તેણે અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ બપોરે 2.30 વાગ્યે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે આદિત્ય L1ને 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
Mission Sun: આદિત્ય L1 સૂર્ય તરફ તેના પગલાં ભરી રહ્યું છે. તેણે ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ બપોરે 2.30 વાગ્યે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ISROએ X પર માહિતી આપી હતી કે, ISTRAC બેંગલુરુમાંથી ત્રીજુ અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે આદિત્ય L1, ISROએ શેયર કરી સૂર્યયાનની લેટેસ્ટ અપડેટ
આ ઓપરેશન દરમિયાન ISTRAC/ISROના મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ખાતે ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહ પર નજર રાખી હતી. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.
“Aditya-L1 Mission: The third Earth-bound manoeuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru. ISRO’s ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation. The new orbit attained is 296 km x 71767 km. The… pic.twitter.com/tvpNLz3Kzu
— ANI (@ANI) September 9, 2023
5 સપ્ટેમ્બરના રોજ પૃથ્વી સાથેની અર્થ બાઉન્ડ મેન્યૂવર પૂર્ણ થઈ હતી.
અમે તમને જણાવી દઈએ કે આદિત્ય એલ-1નું બીજું અર્થ બાઉન્ડ મેન્યૂવર 5 સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. હવે આદિત્ય એલ-1નો બીજો મેન્યૂવર છે, જે 15 સપ્ટેમ્બરે થવાનો છે. આ પછી તે સૂર્ય-પૃથ્વી સિસ્ટમમાં લેગ્રેન્જ 1 પોઈન્ટમાં સ્થાપિત થશે. આ બિંદુ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. અહીંથી સૂર્યનું ખૂબ જ સચોટ દૃશ્ય ઉપલબ્ધ છે અને આના દ્વારા સૂર્યના અવલોકનોમાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે 125 દિવસ પછી આદિત્ય L-1 Lagrange 1 પોઈન્ટ એટલે કે L1 પોઈન્ટ પર પહોંચી જશે. આ પહેલો અર્થ બાઉન્ડ મેન્યૂવર 3 સપ્ટેમ્બરે પૂર્ણ થયો હતો.
આદિત્ય L1ને 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ
તમને જણાવી દઈએ કે આદિત્ય L1ને 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતનું સૂર્ય તરફનું પ્રથમ મિશન છે. ઘણા દેશોએ સૂર્યના અભ્યાસ માટે મિશન મોકલ્યા છે. આદિત્ય L1 સૂર્ય પર ઉતરશે નહીં અને સૂર્યની નજીક જવાનો પ્રયાસ કરશે નહીં. સૂર્યથી પૃથ્વીનું અંતર 151 મિલિયન કિલોમીટર છે.