Metaની નવી સ્પીચ ટ્રાન્સલેશન સિસ્ટમ ભાષાનો અવરોધ કરશે દૂર, રિઅલ ટાઈમ કરશે ટ્રાન્સલેશન

|

Feb 26, 2022 | 5:34 PM

ઝકરબર્ગે કહ્યું કે તેઓ નવી પેઢીને સ્માર્ટ આસિસ્ટન્ટ બનાવવા માટે AI સંશોધન પર કામ કરી રહ્યા છે. તે વર્ચ્યુઅલ વિશ્વની સાથે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) સાથે ભૌતિક વિશ્વમાં નેવિગેટ કરવામાં મદદ કરશે.

Metaની નવી સ્પીચ ટ્રાન્સલેશન સિસ્ટમ ભાષાનો અવરોધ કરશે દૂર, રિઅલ ટાઈમ કરશે ટ્રાન્સલેશન
Symbolic Image

Follow us on

મેટા (Meta)ના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક લાઈવસ્ટ્રીમ ઈવેન્ટમાં મેટાવર્સની પ્રથમ ઝલક લોકો સમક્ષ રજૂ કરી હતી. જે અંગે ઝકરબર્ગે જણાવ્યું હતું કે મેટા AI પાવર્ડ મેટાવર્સ માટે યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર બનાવી રહ્યું છે, જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. મેટાના જણાવ્યા અનુસાર હાલમાં વિશ્વમાં 2 અબજ લોકો અથવા વિશ્વના 25% લોકો દ્વારા બોલાતી ભાષા માટે કોઈ ભાષા અનુવાદ પ્રણાલી નથી. આ સમસ્યાના ઉકેલ માટે મેટા એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટનો એક તબક્કો લેંગ્વેજનો છે અને બીજો યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર છે.

મેટાના બ્લોગમાં જણાવ્યા અનુસાર તબક્કાની પાછળની કોઈ ભાષામાં META પાસે એક અદ્યતન AI મોડેલ હશે, જે થોડા ઉદાહરણોમાંથી ભાષા શીખશે અને પછી સેંકડો ભાષાઓના ક્વાલિટી ટ્રાન્સલેશનનો ઉપયોગ કરશે. બીજા તબક્કામાં યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર વિકસાવવામાં આવી રહ્યું છે, તે વાસ્તવિક સમયમાં કોઈપણ ભાષાનો અનુવાદ કરશે.

આ અંગે ઝકરબર્ગના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા એક ડઝન ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલા 30 જેટલી ભાષાઓ હતી અને આ વર્ષે તેઓએ 100થી વધુ ભાષાઓના અનુવાદ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. કંપની ‘નો લેંગ્વેજ લેફ્ટ બિહાઈન્ડ’ નામનું નવું AI મોડલ પણ બનાવી રહી છે. જે હાલના મોડલ કરતાં ઓછી તાલીમ સાથે પણ ડેટા સાથે નવી ભાષાઓ શીખી શકે છે અને સેંકડો ભાષાઓમાં નિષ્ણાંત ગુણવત્તાયુક્ત અનુવાદ સાથે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ઝકરબર્ગે કહ્યું કે, તેઓ નવી પેઢીને સ્માર્ટ આસિસ્ટન્ટ બનાવવા માટે AI સંશોધન પર કામ કરી રહ્યા છે. તે વર્ચ્યુઅલ વિશ્વની સાથે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) સાથે ભૌતિક વિશ્વમાં નેવિગેટ કરવામાં મદદ કરશે.

ઝકરબર્ગે કહ્યું કે જ્યારે આપણે ચશ્મા પહેરીએ છીએ, ત્યારે તે પ્રથમ વખત હશે કે AI સિસ્ટમ વાસ્તવિક દુનિયાને આપણા દ્રષ્ટિકોણથી બતાવશે. તેમને આશા છે કે આ કામ AIને મજબૂત કરવામાં મદદ કરશે. જે વર્ચ્યુઅલથી ભૌતિક વિશ્વ સુધી પહોંચવામાં મદદ કરશે. મેટાએ પ્રોજેક્ટ કરાઓકે નામની નવી પહેલની પણ જાહેરાત કરી છે, જે ઑન-ડિવાઈસ સહાયકો બનાવવા માટેનું એક એન્ડ-ટુ-એન્ડ ન્યુરલ મોડલ હશે. જે લોકોને વૉઈસ સહાયતા સાથે વધુ કુદરતી વાર્તાલાપ આપશે.

મેટાએ જણાવ્યું હતું કે તેના વીડિયો કૉલિંગ ડિવાઈસ પોર્ટલમાં પ્રોજેક્ટ કરાઓકે આધારિત સહાયકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ભવિષ્યમાં સહાયક સાથે ઈમર્સિવ, મલ્ટિ-મોડલ ક્રિયા ઈંટરેક્શનને ઈનેબલ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત ઝકરબર્ગે ‘બિલ્ડર બોટ’ નામનો નવો AI કોન્સેપ્ટ પણ રજૂ કર્યો છે, જે લોકોને થોડા વૉઇસ કમાન્ડ સાથે વર્ચ્યુઅલ વર્લ્ડ બતાવશે.

આ પણ વાંચો: 4 વર્ષમાં 700થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ તૈયાર થયા, એગ્રી બજેટમાં અનેક ગણો વધારો થયો: વડાપ્રધાન મોદી

આ પણ વાંચો: Russia Ukraine War: ધ્વંસ્ત થયેલી ઈમારતો, ડરેલા બાળકો, તસવીરો જોઇ તમારુ હ્રદય કાંપી ઉઠશે

Next Article