વોટ્સએપ (WhatsApp)એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મેસેજિંગ એપ છે. તે પોતાના યુઝર્સ માટે નવા ફીચર અને અપડેટ લાવતુ રહે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ પણ હોય છે. જેમ કે મિત્રો, પરિવાર , સ્કૂલ , કોલેજ અને ઓફિસ. જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપના (WhatsApp group) એડમિન છો તો તમારા માટે એક ખુશખબર છે. વોટ્સએપ, ગ્રુપ એડમિનને એક વિશેષ સત્તા આપવા જઈ રહ્યુ છે. રિપોર્ટ અનુસાર કંપનીએ હાલમાં એક નવુ ફિચર લોન્ચ કરવામાં કરવામાં આવશે. જેમાં વોટ્સએપ ગ્રુપ એડમિન ગ્રુપના કોઈપણ મેસેજ ડિલીટ ફોર એવરીવન કરી શકે છે. આ ફીચર માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યુ હતુ. આ નવુ ફીચર તમારા વોટ્સએપમાં ચાલી રહ્યુ છે કે નહીં તે જાણવાની કેટલીક સરળ રીતો છે.
વોટ્સએપનું આ નવા ફીચરનું નામ એડમિન ડિલીટ છે. આ ફીચર WhatsAppના Android 2.222.17.12 બીટા વર્ઝન પર રિલીઝ કરવામાં આવશે.
📝 WhatsApp beta for Android 2.22.17.12: what’s new?
WhatsApp is releasing a feature that lets group admins delete any message for everyone, available to some lucky beta testers!https://t.co/bBlPVKxWkQ
— WABetaInfo (@WABetaInfo) July 29, 2022
આ ફીચરની મદદથી ગ્રુપ એડમિન પોતાના વોટ્સએપ ગ્રુપને વધારે સારી રીતે ચલાવી શકશે. જો તે કોઈનો મેસેજ ડિલીટ કરશે તો ચેટમાં તેનુ નામ દેખાશે. તેનાથી ગ્રુપમાં જોડાયેલા લોકોને જાણવા મળશે કે આ મેસેજ એડમિને ડિલીટ કર્યો છે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે. તેના માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરો.