દુનિયાની સૌથી મોટી બનાવાઈ પાવર બેંક, વોશિંગ મશીન અને ઈલેક્ટ્રિક સ્કૂટર પણ કરી શકાય ચાર્જ
27 મિલિયન mAh ની પાવર બેંક વિશે તમારૂ શું કહેવું છે? હેંડી ગેંગ નામના એક ચીની શોધકર્તાએ હાલ કંઈક આવો જ કમાલ કરી બતાવ્યો છે.
પાવર બેંક (Power Bank) ની યુઝર્સને હંમેશા પોતાના સ્માર્ટફોને વધુમાં વધુ ઉપયોગ કરવા માટે વધારે બેટરીની ડીમાન્ડ રહે છે એટલા માટે સ્માર્ટફોનની બેટરીને ચાર્જીંગ કેપેસિટીઝમાં પ્રોગ્રેસ સાથે આપણે પાવર બેંકમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે. હવે 5,000mAh થી 10,000mAh, 20,000maH અને ત્યા સુધી કે 32,000mAh ની કેપિસિટીઝ સુધીની પાવર બેંક આવવા લાગી છે, પરંતુ જો આટલા એમએએચથી જરૂરીયાત પૂરી ન થતી હોય તો શું 27 મિલિયન mAh ની પાવર બેંક વિશે તમારૂ શું કહેવું છે ? હેંડી ગેંગ નામના એક ચીની શોધકર્તાએ હાલ કંઈક આવો જ કમાલ કરી બતાવ્યો છે.
હેંડી ગેંગ (Handy Geng) એક કમાલની 27 મિલિયન mAhની પાવર બેંક બનાવી છે. હવે તેને દુનિયાની સૌથી મોટી પાવર બેંક હોવાનો ખિતાબ મળી ચૂક્યો છે. ત્યારે આ કોઈ એવરેજ પાવર બેંક નથી. જેને તમે પોકેટમાં રાખી શકો. હકીકતમાં આ એક નાની કારની સાઈઝ જેટલી છે અને તેને વ્હીલ ઉપર એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે.
ઈલેક્ટ્રિક પંખો, વોશિંગ મશીન, ટીવી અને ઈલેક્ટ્રિક સ્કૂટરને કરવામાં આવ્યા ચાર્જ
તેની મોટી રચના તેની બેટરી પાવરને દર્શાવે છે. ગેંગએ એક નવા YouTube વીડિઓમાં શરૂઆતથી પાવર બેંકનો સંપૂર્ણ ડેવલપમેન્ટ દર્શાવ્યો છે. આ પાવર બેંક એકવાર ચાર્જ થઈ ગયા પછી કોઈપણ ઈલેક્ટ્રીક ડિવાઈસને ચાર્જ કરવા સક્ષમ છે, જેમાં ઇલેક્ટ્રિક ફેન, વોશિંગ મશીન, ટીવી અને ઇલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ છે.
ગેંગની શોધ એ એક ભવ્ય સિદ્ધિ છે. તેના મૂળમાં બેટરી પેક છે જે વધુ સારા ઉપયોગના કિસ્સામાં ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવા માટે કામમાં આવી શકે છે. આ મહાકાય બેટરીનો ઓર્ડર ગેંગ દ્વારા આપવામાં આવ્યો હતો જ્યારે તેના તમામ કવર અને આઉટપુટ પોઈન્ટ તેની ઉપર જ બનાવવામાં આવ્યા હતા.
ફોન માટે કુલ 50 થી 60 ચાર્જિંગ પોઈન્ટ્સ
વીડિયોમાં ગેંગ દ્વારા દર્શાવામાં આવ્યું કે બેટરીનો આકાર, તેને રાખવા માટે પાર્ટસ કટ કરવા, ડિસએસેમ્બલ અને રિપેર કરતા બતાવે છે. આ પાવર બેંક એટલી મોટી છે કે તે બેડ કરતા પણ મોટી લાગે છે. ગેંગેએ પાવર બેંકને ગોળાકાર કિનારાથી લઈને કલર ટોન તેમજ આઉટલેટ સુધી આખી વસ્તુને પાવર બેંક જેવો આકાર આપવામાં સફળ રહ્યા છે. યુટ્યુબ વીડિયોમાં ફોન માટે કુલ 50 થી 60 ચાર્જીંગ પોઈન્ટ બતાવવામાં આવ્યા છે.
ગેંગ અને તેના મિત્રો વીડિયોમાં પાવર બેંકનો ઉપયોગ પણ બતાવે છે. તેઓ એક સમયે પાવર બેંક પર લગભગ 15 થી 20 ફોન લાઇન કરે છે અને તે બધાને એકસાથે ચાર્જ કરવાનું શરૂ કરે છે. આગળ, ગેંગ બતાવે છે કે ચાર્જર ઇલેક્ટ્રિક સ્કૂટર, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક કેટલ તેમજ એક ટીવીને ચાર્જ કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો: નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આ પણ વાંચો: Smartphone Hidden Features: આ છે સ્માર્ટફોનના એવા હિડન ફિચર્સ જેના ઉપયોગથી ઘણા કામ થઈ જશે સરળ