AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Job Offer Fraud: નોકરી આપવાના નામે તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video

નોકરિયાત લોકો ઘણી વખત સાવચેતી ન રાખવાને કારણે અથવા યોગ્ય માહિતી એકત્રિત ન કરવાને કારણે ફેક જોબ ફ્રોડનો શિકાર બનતા હોય છે. છેલ્લા ઘણા સમયથી જોબ ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

Fake Job Offer Fraud: નોકરી આપવાના નામે તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video
Fake Job Offer Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:20 PM
Share

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના લગભગ બધા જ કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારી ગેંગ અલગ-અલગ પદ્ધતિઓ અપનાવી જુદા-જુદા વર્ગના લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે નોકરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ પ્રકારના ફ્રોડથી બચવા શું ધ્યાન રાખવું જોઈએ.

સરકાર દ્વારા પણ આ સંદર્ભમાં ચેતવણી આપવામાં આવી

નોકરિયાત લોકો ઘણી વખત સાવચેતી ન રાખવાને કારણે અથવા યોગ્ય માહિતી એકત્રિત ન કરવાને કારણે ફેક જોબ ફ્રોડનો શિકાર બનતા હોય છે. છેલ્લા ઘણા સમયથી જોબ ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણી વખત ફેક કંપની અથવા છેતરપિંડી કરનારા લોકો ઈમેઈલ દ્વારા ફેક જોબ ઓફર મોકલે છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આ સંદર્ભમાં ચેતવણી આપવામાં આવી છે.

નોકરીના નામે છેતરપિંડી કેવી રીતે થાય છે?

1. ઓછો અનુભવ અને ઓછી લાયકાત હોય તો પણ વધારે પગારની લાલચ આપવામાં આવે છે.

2. સ્પામ ઈ-મેઈલ દ્વારા નોકરી સંબંધિત માહિતી મોકલવામાં આવે છે.

3. નોકરીનો પ્રચાર અને પ્રસાર ફેક વેબસાઇટ દ્વારા ઓનલાઇન કરવામાં આવે છે.

4. નોકરી આપવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે.

5. આ નાણા પ્રોસેસિંગ ફી, સિક્યોરિટી ડીપોઝિટ, પ્લેસમેન્ટ ફી, ઈન્ટરવ્યુ ફી વગેરેના નામે માંગણી કરવામાં આવે છે.

6. વર્ક પ્રોફાઈલની વિગતવાર માહિતી આપવામાં આવતી નથી.

7. કોન્ટેક્ટની વિગતો આપવામાં આવતી નથી અથવા તો ખોટી હોય છે.

8. નોકરી આપતી ઓનલાઈન કંપની જેવા ભળતા નામે ફોન કરવામાં આવે છે.

આ પણ વાંચો : Aadhaar PAN Link Fraud: આધાર-પાન કાર્ડ લિંક કરવાના નામે છેતરપિંડી, જાણો કેવી રીતે રાખવી સાવધાની, જુઓ Video

ઓફર લેટર કેવી રીતે ચેક કરવો?

કોઈ કંપનીમાંથી ઓફર લેટર કે ઈન્ટરવ્યુ લેટર મળે ત્યારે જોબ મળવાની શક્યતા રહે છે. પરંતુ ઘણી વખત ઓફર લેટર્સ પણ ફેક બનાવવામાં આવે છે. પ્રતિષ્ઠિત કંપનીના નામે ખોટા લેટર હેડ પર ઓફર લેટર મોકલવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે છેતરપિંડીનો ખેલ.

1. જો ઓફર લેટરમાં નોકરી વિશેની માહિતી અધૂરી હોય તો તેના પર ક્યારેય સહી ન કરો.

2. કંપનીનો લોગો અને કંપનીનું નામ, સરનામું વગેરેની તપાસો કરો.

3. જો ઓફર લેટર ઈમેઈલ દ્વારા આવ્યો હોય, તો ચોક્કસપણે મોકલનારનું ઈમેલ આઈડી ચેક કરો કે, મેલ ઓફિશિયલ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે કે નહીં.

4. જો કોઈ પ્રકારની અંગત માહિતી માંગવામાં આવી હોય તો તે ન આપશો.

5. જો કોઈ નોકરીના નામ પર તમારી પાસેથી પૈસાની માંગણી કરે છે તો ક્યારેય કોઈ રકમ આપશો નહીં.

6. નોકરી આપનાર કંપની દ્વારા બેંકની વિગતો કે પર્સનલ ડોક્યુમેન્ટ આપતા પહેલા સાવચેત રહો.

7. કોઈપણ ફોર્મ ભર્યા બાદ OTP આવે તો કોઈની સાથે શેર કરશો નહીં.

8. નોકરી અથવા અન્ય કોઈપણ પ્રકારની સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">