Gmail એક એવુ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ દરેક ઉંમરના લોકો કરે છે જેનું કારણ છે કે તેના ઉપયોગથી ઇમેલ કરવો ખૂબ સરળ છે. તેમાં ઇમેલને સ્ટોર કરવા માટે સ્ટોરેજની સુવિધા પણ મળે છે. યૂઝર્સ તેના પર ચેટિંગ સહિત વીડિયો કોન્ફરન્સ પણ કરી શકે છે. તેમાં ખાનગી ડેટા હોવાને કારણે ગુગલ એકાઉન્ટને સુરક્ષિત રાખવુ ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકો ગુગલ એકાઉન્ટને હેકર્સથી બચાવવા માટે મજબૂત પાસવર્ડ રાખે છે તેમ છતાં એકાઉન્ટ હેક થઇ જાય છે. આજે અમે તમને એ ખાસ રીત વિશે જણાવીશું જેની મદદથી તમે તમારા ગુગલ એકાઉન્ટને હેકર્સથી બચાવી શક્શો.
Two-Step Authentication એક્ટિવેટ કરો.
ગુગલ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ટૂ-સ્ટેપ વેરિફિકેશન પેજ પર જાઓ. તમને અહીં જમણી બાજુએ Get Started નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. Get Started પર ક્લિક કર્યા બાદ તમારી ઇમેલ આઇડી અને પાસવર્ડ એન્ટર કરો. હવે તમને નીચેની તરફ ટ્રાઇ ઇટ નાઉનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. હવે ગુગલ તરફથી તમારા પર એક મેસેજ આવશે. મેસેજમાં બે ઓપ્શન હશે યેસ અને નો. તેમાંથી યસ પર ક્લિક કરો. હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો. હવે ટેક્સ્ટ અથવા ફોન કોલ બે માંથી એક ઓપ્શન પર ક્લિક કરીને કોડ મેળવી લો. કોડ એન્ટર કર્યા બાદ ટર્ન ઓન પર ક્લિક કરો. આટલુ કરતા જ તમારુ એકાઉન્ટ સુરક્ષિત થઇ જશે.
આ પ્રોસેસ કર્યા બાદ જ્યારે પણ તમે ગુગલ એકાઉન્ટમાં લોગીન કરશો તો પાસવર્ડની સાથે સાથે તમારા ડિવાઇઝ પર એક નોટીફિકેશન આવશે. આ નોટીફિકેશન પર ક્લિક કર્યા બાદ જ તમારું એકાઉન્ટ ઓપન થશે.
આ પણ વાંચો – Olympics: નિરજ ચોપરાથી લઈ હોકી ટીમનું થયુ શાનદાર સન્માન, રમત-ગમત પ્રધાને કહ્યું ‘ખેલાડીઓ માટે કોઈ કમી નહીં રહે’