AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીના Jio પર ભારે પડશે BSNL ! 160 દિવસની વેલિડિટીનો આ સસ્તો પ્લાન છે શાનદાર

આજે આપણે BSNLના 997 રૂપિયાવાળા પ્લાન અને Jioના 999 રૂપિયાવાળા પ્લાનની સરખામણી કરવા જઈ રહ્યા છીએ, આના પરથી જાણી શકાશે કે કયો રિચાર્જ પ્લાન કિંમત, બેનિફિટ્સ અને વેલિડિટીની દ્રષ્ટિએ વધુ સારો છે.

મુકેશ અંબાણીના Jio પર ભારે પડશે BSNL ! 160 દિવસની વેલિડિટીનો આ સસ્તો પ્લાન છે શાનદાર
Jio vs BSNL
| Updated on: Jul 17, 2024 | 7:46 PM
Share

રિલાયન્સ જિયોના પ્લાન મોંઘા હોવાને કારણે હવે મોટાભાગના લોકો BSNL પર સ્વિચ કરી રહ્યા છે. સરકારી ટેલિકોમ કંપની BSNL એ કોઈ ટેરિફમાં વધારો કર્યો નથી, જેના કારણે BSNLના પ્લાન હજુ પણ લોકોને ઓછા ભાવે મોટા બેનિફિટ્સ અને વેલિડિટી આપી રહ્યા છે.

આજે આપણે BSNLના 997 રૂપિયાવાળા પ્લાન અને Jioના 999 રૂપિયાવાળા પ્લાનની સરખામણી કરવા જઈ રહ્યા છીએ, આના પરથી જાણી શકાશે કે કયો રિચાર્જ પ્લાન કિંમત, બેનિફિટ્સ અને વેલિડિટીની દ્રષ્ટિએ વધુ સારો છે.

BSNLના 997 રૂપિયાવાળા પ્લાનની વિગતો

997 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMSનો લાભ આપવામાં આવશે.

160 દિવસની વેલિડિટી સાથેના આ પ્લાનમાં યુઝર્સને કેટલીક એપ્સની ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે. 160 દિવસની વેલિડિટી અને દરરોજ 2 GB ડેટા સાથે, આ પ્લાન યુઝર્સને કુલ 320 GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરશે.

Jioના 999 રૂપિયાવાળા પ્લાનની વિગતો

999 રૂપિયાના આ Jio પ્રીપેડ પ્લાનમાં, તમને દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા, દરરોજ 100 SMS અને ફ્રી અમર્યાદિત કોલિંગનો લાભ મળે છે. જો આપણે 98 દિવસની વેલિડિટી જોઈએ તો આ પ્લાન યુઝર્સને 2 GB પ્રતિ દિવસના દરે કુલ 196 GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે.

BSNL અને Jioના પ્લાનમાં શું છે તફાવત ?

બંને પ્લાનની કિંમતમાં માત્ર 2 રૂપિયાનો તફાવત છે. કિંમતમાં તફાવત ઓછો છે, પરંતુ તમે બંને પ્લાનની વેલિડિટીમાં મોટો તફાવત જોવા મળશે, એક તરફ Jioનો પ્લાન માત્ર 98 દિવસની વેલિડિટી સાથે આવે છે, તો બીજી તરફ તમને BSNL પ્લાનની વેલિડિટી સાથે 160 દિવસની મળશે.

ડેટાના તફાવતની વાત કરીએ તો, BSNL કંપનીનો પ્લાન Jio કરતાં 124 GB વધુ ડેટા આપે છે. એકંદરે, BSNL પ્લાનની કિંમત Jioની સરખામણીમાં ઓછી છે, પરંતુ ડેટા અને વેલિડિટીના સંદર્ભમાં BSNL આગળ નીકળી ગયું છે.

g clip-path="url(#clip0_868_265)">