ISROએ પ્રજ્ઞાન રોવરનો નવો Video કર્યો શેર, ‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો જોઈ રહ્યું છે રોવર
ISROનું પ્રજ્ઞાન રોવર શિવ શક્તિ પોઈન્ટ પર વિહાર કરી રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા પછી, રોવર લેન્ડરમાંથી બહાર નીકળતું જોવા મળ્યું હતું. તેનો વીડિયો ઈસરોએ જાહેર કર્યો છે.
ચંદ્રયાન-3(Chandrayaan 3) મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવર ‘શિવ શક્તિ’ પોઈન્ટ પર ચાલતું જોવા મળ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ISRO) દ્વારા રોવરનો નવો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે જાહેર કરાયેલા નવા વીડિયોમાં ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળતું જોઈ શકાય છે. લેન્ડરમાંથી બહાર આવ્યા પછી, તે ચંદ્રની સપાટી પર દૂર જતુ જોવા મળે છે.
આ પણ વાંચો: Chandrayaan 3 : Space Economy 800 કરોડ ડોલરથી વધીને 6000 કરોડ સુધી પહોંચશે : PM Narendra Modi
ઈસરોએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યોની શોધમાં શિવ શક્તિ પોઈન્ટની આસપાસ ફરતું પ્રજ્ઞાન રોવર. ઈસરોએ જાહેર કરેલો વીડિયો 40 સેકન્ડનો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે તે જગ્યા જ્યાં ચંદ્રયાન-3 અવકાશયાન લેન્ડ થયું હતું. તે જગ્યા હવે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.
પીએમ મોદી વૈજ્ઞાનિકોને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) પહોંચ્યા. અહીં તેઓ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને મળ્યા હતા. ઈસરોની ટીમને સંબોધિત કરતી વખતે તેમણે ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડિંગ સ્થળના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આપણું ચંદ્રયાન જ્યાં ઉતર્યું છે તે સ્થાન હવે ‘શિવ શક્તિ’ પોઈન્ટ કહેવાશે.
Chandrayaan-3 Mission: What’s new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole ! pic.twitter.com/1g5gQsgrjM
— ISRO (@isro) August 26, 2023
તેમણે કહ્યું કે, ‘ચંદ્રયાન-3નું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે સ્થાન હવે ‘શિવશક્તિ’ પોઈન્ટ તરીકે ઓળખાશે. શિવ પાસે માનવતાના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને તે સંકલ્પોને પૂર્ણ કરવાની શક્તિ આપે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘ચંદ્રનું શિવ શક્તિ બિંદુ હિમાલયથી કન્યાકુમારી સુધીના જોડાણની અનુભૂતિ પણ આપે છે.’
પ્રજ્ઞાન રોવરનો પહેલો વીડિયો
ચંદ્રયાન-3 મિશનના લેન્ડિંગ બાદ ઈસરોએ શુક્રવારે વિક્રમ લેન્ડરનો પહેલો વીડિયો જાહેર કર્યો હતો. આ 30 સેકન્ડનો વીડિયો વિક્રમ લેન્ડરમાં લગાવેલા કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ‘…અને આ રીતે ચંદ્રયાન-3નું રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું અને ચંદ્રની સપાટી પર પહોંચ્યું.’
A two-segment ramp facilitated the roll-down of the rover. A solar panel enabled the rover to generate power.
Here is how the rapid deployment of the ramp and solar panel took place, prior to the rolldown of the rover.
The deployment mechanisms, totalling 26 in the Ch-3… pic.twitter.com/kB6dOXO9F8
— ISRO (@isro) August 25, 2023
ચંદ્રયાન-3 મિશન બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ચંદ્રના આ ભાગમાં અવકાશયાન લેન્ડ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. તે જ સમયે, ભારત ચંદ્રની સપાટી પર પહોંચનારો ચોથો દેશ છે.