AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 : Space Economy 800 કરોડ ડોલરથી વધીને 6000 કરોડ સુધી પહોંચશે : PM Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ બેંગ્લોરમાં ચંદ્ર મિશન ચંદ્રયાન-3(Chandrayaan-3) સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને મળ્યા હતા. વડાપ્રધાને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ અવસરે સ્પેસ ઈકોનોમી(Space economy)નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે તે 8 બિલિયન ડોલર થી વધીને 60 બિલિયન સુધી પહોંચશે.

Chandrayaan 3 : Space Economy 800 કરોડ ડોલરથી વધીને 6000 કરોડ સુધી પહોંચશે : PM Narendra Modi
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 9:21 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ બેંગ્લોરમાં ચંદ્ર મિશન ચંદ્રયાન-3(Chandrayaan-3) સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમ મોદીએ ઇસરો ચીફ(Isro chief) એસ સોમનાથ(S. Somanath)ને ગળે લગાવ્યા અને ચંદ્રયાન-3ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ  અવસરે સ્પેસ ઈકોનોમી(Space economy)નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે તે 8 બિલિયન ડોલર થી વધીને 60 બિલિયન સુધી પહોંચશે.

આ અગાઉ 2019માં પણ પીએમ મોદીએ તત્કાલિન ઈસરોના વડા કે સિવાનને ગળે લગાડી મિશનની હતાશા સામે મનોબળ મજબૂત કર્યું હતું. આ સમયે ચંદ્રયાન-2 2019માં ઉતરાણના થોડા સમય પહેલા ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચાર વર્ષમાં ભારતે ચંદ્રયાન-2 થી ચંદ્રયાન-3 સુધીનો સફર ખેડી સફળતા સર કરી છે.

આજે યુવાનોને સ્પેસ સેક્ટરમાં જોડાવાની તક: વડાપ્રધાન મોદી

ભારતનું વિજ્ઞાન જ્ઞાનનો ખજાનો છે, તે ગુલામીના સમયમાં છુપાયેલો હતો. આઝાદીના સુવર્ણકાળમાં આપણે એ ખજાના પર સંશોધન કરીને તેને કાઢવાનો છે. આપણે આપણી યુવા પેઢીને આજના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીને નવા આયામો આપવાના છે. સમુદ્રની ઊંડાઈથી લઈને આકાશની ઊંચાઈ સુધી ઘણું કરવાનું છે. તમે નેક્સ્ટ જનરેશન કોમ્પ્યુટર બનાવ્યું. ભારતમાં તમારા માટે નવી સંભાવનાઓના દરવાજા સતત ખુલી રહ્યા છે. 21મી સદીના ગાળામાં જે દેશ આ ક્ષેત્રમાં આગળ વધશે, તે દેશ આગળ વધશે. સરકાર અવકાશ ક્ષેત્રમાં પણ સતત સુધારા કરી રહી છે. છેલ્લા 4 વર્ષમાં સ્પેસ સેક્ટરમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4 થી વધીને 150 થઈ ગઈ છે. ભારતની અનંત આકાશમાં કેટલી બધી અનંત શક્યતાઓ રાહ જોઈ રહી છે. આપણા ચંદ્રયાનને લગતી ક્વિઝ સ્પર્ધા 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હું યુવાનોને તેમાં જોડાવા અપીલ કરું છું.

ભારતે વિશ્વનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું

ભારત હાલમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્ર(global space economy)માં આશરે 2-3 ટકા યોગદાન આપે છે અને આગામી 8-10 વર્ષમાં તે લગભગ 8-10 ટકા ફાળો આપે તેવી અપેક્ષા છે. ભારત અસરકારક ઉપગ્રહ પ્રક્ષેપણ તરીકે સ્થાપિત કરશે અને વૈશ્વિક તક ઉભરી શકે છે. એરોસ્પેસ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન મળશે.

વર્ષ 2023-2024ના બજેટમાં સરકારી અવકાશ પ્રવૃત્તિઓ માટે ₹12,544 કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે 2022-23ના બજેટમાં નિર્ધારિત કરતાં 8% ઓછી હતી. અગાઉ ફાળવણી ₹12,474 કરોડ હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">