શું આવતા વર્ષે શરૂ થશે ‘ગગનયાન’ મિશન? કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ જણાવ્યુ કે, કોરોના મહામારીને કારણે સિસ્ટમ્સ, સબસિસ્ટમ્સના નિર્માણ અને ટ્રાયલમાં વિલંબ થયો હતો. આ સાથે જ ક્રૂ ટ્રેનિંગ પર પણ અસર પડી હતી, જેના કારણે મિશનમાં વિલંબ થયો.

શું આવતા વર્ષે શરૂ થશે 'ગગનયાન' મિશન? કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન
Gaganyaan Mission
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 27, 2021 | 4:54 PM

Gaganyaan mission : કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે (Dr. Jitendra Singh)કહ્યું કે, ગગનયાન મિશન હેઠળ બે માનવરહિત ઉડાન આવતા વર્ષે જાન્યુઆરીમાં રવાના થશે. ઉપરાંત ભારતીય ક્રૂ સાથે ત્રીજી ઉડાન 2023 માં રવાના થશે.ઉલ્લેખનીય છે કે,આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય ક્રૂને લઈને ભારતની પ્રથમ ઉડાન આવતા વર્ષે(2022)  15 ઓગસ્ટે રવાના થવાની હતી.

કોરોના મહામારીને કારણે મિશનમાં વિલંબ

તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં વડાપ્રધાન દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારીને કારણે, સિસ્ટમ, સબસિસ્ટમના નિર્માણ અને ટ્રાયલમાં વિલંબ થયો હતો. આ સાથે જ ક્રૂની ટ્રેનિંગ પર પણ અસર પડી હતી, જેના કારણે મિશનમાં વિલંબ થયો હતો.જિતેન્દ્ર સિંહે સાથે એ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે માનવીય ઉડાન હવે દેશના સમુદ્રયાન મિશન સાથે સુસંગત થશે.

તેમણે જણાવ્યુ કે, સમય એવો આવી ગયો છે કે,જેમ આપણે અંતરિક્ષમાં  માણસ મોકલીએ, તેમ આપણે 5000 મીટર ઊંડા સમુદ્રમાં માણસને મોકલી શકીએ . ઊંડા સમુદ્રમાં સર્ચ ઓપરેશન (Search operation) થોડું પાછળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે તેને વેગ મળ્યો છે. મંત્રીએ વધુમાં કહ્યું કે અમે પહેલાથી જ એક મોડ્યુલનું પરીક્ષણ (Trial) થઈ ચૂક્યુ છે.

સમુદ્રયાન મિશનમાં ક્યાં પહોંચ્યુ ભારત ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સમુદ્રયાન મિશન હેઠળ વિકસિત મોડ્યુલ ઓક્ટોબરના અંતમાં ચેન્નાઈ કિનારેથી 600 મીટર દૂર ડૂબી ગયું હતું. માનવરહિત મોડ્યુલને મનુષ્યો સાથે મિશન મોકલતા પહેલા 5000 મીટરથી વધુની ઊંડાઈ પર પરીક્ષણ કરવામાં આવશે. મંત્રીએ વધુમાં કહ્યું કે અમારું માનવરહિત વાહન હવે જવા માટે તૈયાર છે. માનવરહિત મિશનના લગભગ દોઢ વર્ષ બાદ માનવ સહિત મિશન તૈયાર થઈ જશે.

અંતરિક્ષ અભિયાનમાં ભારત પાછળ !

મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) પૃથ્વી અવલોકન ઉપગ્રહોના નિયમિત ટ્રાયલમાં પાછળ છે. ભારતે છેલ્લા બે વર્ષમાં માત્ર ચાર મિશન લોન્ચ કર્યા છે. તેની સરખામણીમાં ચીને આ વર્ષે જ ઓછામાં ઓછા 40 મિશન લોન્ચ કર્યા છે અને વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ મહામારીને કારણે ISROએ પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1, સ્પેસ ઓબ્ઝર્વેટરી XPoSat અને ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3 જેવા તમામ મોટા મિશન હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા

આ પણ વાંચો : કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 281 લોકો મળ્યા કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું રાજ્યમાં કોઈ નિયંત્રણો નહીં લદાય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati