Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: રશિયામાં છે સૌથી સસ્તુ ઈન્ટરનેટ, જાણો 20 દેશોમાં કેટલો છે ઈન્ટરનેટનો ચાર્જ

મોબાઈલ અને ઈન્ટરનેટ (Mobile and Internet)ના યુગમાં હવે તે માત્ર વાતો અને મનોરંજનનું માધ્યમ નથી રહ્યું. ભણતરથી માંડીને નોકરી, મિટિંગ, શોપિંગ, બિઝનેસ વગેરે ઘણું બધું મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા થઈ રહ્યું છે.

Tech News: રશિયામાં છે સૌથી સસ્તુ ઈન્ટરનેટ, જાણો 20 દેશોમાં કેટલો છે ઈન્ટરનેટનો ચાર્જ
Symbolic ImageImage Credit source: Pixabay
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 7:57 AM

Internet Pack Charges in Different Countries: એક સ્માર્ટફોન અને તેમાં ઈન્ટરનેટ અને પછી આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં. મોબાઈલ અને ઈન્ટરનેટ (Mobile and Internet)ના યુગમાં હવે તે માત્ર વાતો અને મનોરંજનનું માધ્યમ નથી રહ્યું. ભણતરથી માંડીને નોકરી, મિટિંગ, શોપિંગ, બિઝનેસ વગેરે ઘણું બધું મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા થઈ રહ્યું છે. ઈન્ટરનેટ વિનાની દુનિયા (World Without Internet)ની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ ઈન્ટરનેટ દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં 50 કરોડથી વધુ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આના માટે તમારે વધારે પૈસા પણ ખર્ચવાની જરૂર નથી. ઈન્ટરનેટ પેક ભારતમાં પણ સસ્તા છે. સામાન્ય માણસ સરળતાથી ઇન્ટરનેટનો ખર્ચ ઉપાડી શકે છે.

ETના રિપોર્ટ અનુસાર ભારતમાં 62 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ છે. એવો અંદાજ છે કે વર્ષ 2025 સુધીમાં આ સંખ્યા 90 કરોડને પાર કરી જશે. આટલી મોટી વસ્તી સુધી નેટ પહોંચાડવાની જવાબદારી ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓની છે. દુનિયાભરની ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓ આ માટે અલગ-અલગ ચાર્જ વસૂલે છે. ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં ઈન્ટરનેટ ખૂબ સસ્તું છે. તે જ સમયે, ઘણા દેશોમાં ઇન્ટરનેટ અનેક ગણું મોંઘું છે.

આજકાલ 100 Mbps એટલે કે 100 મેગાબાઈટ પ્રતિ સેકન્ડની ઈન્ટરનેટ સ્પીડ માટે ભારતમાં દર મહિને લગભગ 800 રૂપિયા ચૂકવવા પડે છે. 3 મહિના, 6 મહિના કે તેથી વધુ સમયના પેકમાં લેવાથી તે વધુ સસ્તું થઈ જાય છે. ચાલો જાણીએ, કયા દેશોમાં ઇન્ટરનેટ કેટલું સસ્તું છે અને કયા દેશોમાં તે મોંઘું છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
  1. એક રિપોર્ટ અનુસાર રશિયામાં ઈન્ટરનેટ સૌથી સસ્તું છે. અહીં 100 Mbps સ્પીડ માટે એક મહિનાનો ચાર્જ લગભગ 347 રૂપિયા છે.
  2. તુર્કીમાં 100 Mbps પ્લાન માટે તમારે એક મહિનામાં લગભગ 700 રૂપિયા ચૂકવવા પડશે. ચીનમાં 100 Mbpsની ઈન્ટરનેટ સ્પીડ માટે દર મહિને લગભગ 1100 રૂપિયા ચૂકવવા પડે છે.
  3. ભારતમાં તમને લગભગ 800 રૂપિયામાં 100 Mbps નો સેમ પ્લાન મળે છે. જો કે, બંડલ પેકેજો પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે.
  4. 100 Mbps પ્લાન શ્રીલંકામાં લગભગ 1,200 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે પાકિસ્તાનમાં તમારે આ માટે લગભગ 1550 રૂપિયા ચૂકવવા પડશે.
  5. જ્યારે બાંગ્લાદેશમાં આ માટે લગભગ 2,600 રૂપિયા ચૂકવવા પડશે.
  6. ફ્રાન્સમાં 2400 રૂપિયામાં 100 Mbps પ્લાન ઉપલબ્ધ છે. યુકેમાં તમને લગભગ રૂ. 3100માં અમર્યાદિત ડેટા મળશે. જ્યારે જાપાનમાં 100 Mbps વાળા પ્લાન લગભગ 3200 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
  7. દક્ષિણ આફ્રિકામાં, 100 Mbpsનો પ્લાન લગભગ 4200 રૂપિયામાં આવશે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં, તમારે સમાન પ્લાન માટે લગભગ 4300 રૂપિયા ચૂકવવા પડશે.
  8. સ્વિટ્ઝર્લેન્ડમાં 100 Mbpsનો પ્લાન લેવા માટે તમારે દર મહિને 4,700 રૂપિયા ચૂકવવા પડશે. કેનેડામાં 4,800 રૂપિયા, જ્યારે અમેરિકામાં કંપનીઓ આ માટે 5,000 રૂપિયા સુધી ચાર્જ કરે છે.
  9. આરબ દેશોની વાત કરીએ તો સાઉદી અરેબિયામાં 5,400 રૂપિયા પ્રતિ માસમાં 100 Mbps પ્લાન ઉપલબ્ધ થશે. આ પ્લાન ઓમાનમાં 5,900 રૂપિયામાં, કતારમાં 7,000 રૂપિયામાં, UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતમાં લગભગ 7,500 રૂપિયામાં આવશે.
  10. ઈથોપિયામાં ઈન્ટરનેટ સૌથી મોંઘું છે. ત્યાં તમારે દર મહિને લગભગ 28,000 રૂપિયા ચૂકવવા પડી શકે છે. જણાવી દઈએ કે આ આંકડાની ગણતરી ભારતીય રૂપિયાના આધારે કરવામાં આવી છે. દરેક દેશમાં તે ત્યાંની કરન્સીમાં વસૂલવામાં આવે છે. આ આંકડા સરેરાશ છે. દરેક દેશમાં અલગ-અલગ કંપનીઓ અલગ-અલગ ચાર્જ વસૂલે છે.

આ પણ વાંચો: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ફિલ્મના નિર્માતાને PM મોદી તરફથી મળી પ્રશંસા, જાણો શું કહ્યું વડાપ્રધાને ?

આ પણ વાંચો: સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પણ બનશે સ્માર્ટ, એક મેસેજથી થઈ જશે ચાલુ, આ રીતે કરશે કામ

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">