AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram પર ઘટી જશે તમારી રીચ, જો એકાઉન્ટમાં તરત જ નહીં કરો આ 1 મોટો ફેરફાર

ઇન્સ્ટાગ્રામ હવે યુઝર્સને ઓળખવામાં મદદ કરશે કે પ્રોફાઇલ વાસ્તવિક વ્યક્તિની છે કે AI દ્વારા બનાવવામાં આવી છે. નવા લેબલનો ઉપયોગ AI-Generated વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલી પ્રોફાઇલ માટે થશે.

Instagram પર ઘટી જશે તમારી રીચ, જો એકાઉન્ટમાં તરત જ નહીં કરો આ 1 મોટો ફેરફાર
Instagram AI Generated Profile LabelImage Credit source: iStock
| Updated on: Sep 01, 2026 | 2:41 PM
Share

Instagram એ AI થી બનાવવામાં આવેલા વ્યક્તિઓ ધરાવતા પ્રોફાઇલને લઈને પોતાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ હવે હાલના AI Creator Label નું નામ બદલીને AI-Generated Profile કરવા જઈ રહ્યું છે. જે પ્રોફાઇલમાં AI થી બનાવવામાં આવેલી વ્યક્તિ દેખાય છે અને તેની જાણકારી આપવામાં આવતી નથી. તેમની રિકમેન્ડેશન પર રોક લાગી શકે છે. એટલે કે AI Content પર જરૂરી AI Label નહીં લગાવવામાં આવે તો Instagram કન્ટેન્ટની રીચ ઘટી શકે છે. જોકે, પ્રોફાઇલ પર યોગ્ય AI લેબલ લગાવનારા ક્રિએટર્સની રીચ ઘટાડવામાં આવશે નહીં.

AI પ્રોફાઇલ્સ માટે નવું લેબલ

ઇન્સ્ટાગ્રામે એક બ્લોગ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે હાલના AI Creator Label ને AI Generated પ્રોફાઇલ Label થી બદલી રહ્યું છે. પ્લેટફોર્મે આ વર્ષની શરૂઆતમાં આ લેબલનું પરીક્ષણ શરૂ કર્યું હતું. જે સર્જકોએ અગાઉ જૂના લેબલનો ઉપયોગ કર્યો હતો તેઓ નવા લેબલની સમીક્ષા કરી શકે છે અને તેની પુષ્ટિ કરી શકે છે, અથવા જો તે હવે લાગુ ન પડે તો તેને દૂર કરી શકે છે. નવું લેબલ એ પ્રોફાઇલ્સ માટે હશે જેમાં AI-Generated વ્યક્તિત્વ હોય.

લેબલ નહીં લગાવો તો રિકમેન્ડેશન પર થશે અસર

જો કોઈ પ્રોફાઇલમાં AI થી બનાવવામાં આવેલી વ્યક્તિ હોય અને તેની જરૂરી માહિતી આપવામાં આવી ન હોય, તો તે પ્રોફાઇલ Instagram ની રિકમેન્ડેશન માટે લાયક ન રહી શકે. અસરગ્રસ્ત ક્રિએટર્સને તેની જાણકારી આપવામાં આવશે અને તેઓ Account Status માં જઈને જોઈ શકશે કે તેના પ્રોફાઇલ પર રીચને લઈને કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે નહીં. જો પ્રોફાઇલની રિકમેન્ડેશન પાત્રતા સમાપ્ત થઈ જાય છે, તો ક્રિએટર AI-Generated Profile Label ઉમેરીને તેને ફરીથી રિકમેન્ડેશન માટે યોગ્ય બનાવી શકે છે.

યોગ્ય લેબલ લગાવશો તો નહીં ઘટે રીચ

Instagram એ સ્પષ્ટ કર્યું છે કે AI-Generated Profile અંગે યોગ્ય ખુલાસો કરનારા ક્રિએટર્સને રીચ પેનલ્ટી આપવામાં આવશે નહીં. જો કોઈ ક્રિએટરને લાગે કે તેના પ્રોફાઇલ પર ખોટી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તે Account Status દ્વારા અપીલ પણ કરી શકે છે. અપીલ સ્વીકારવામાં આવે તો પ્રોફાઇલ અને તેનું કન્ટેન્ટ ફરીથી રિકમેન્ડેશન માટે યોગ્ય બની જશે. જોકે માત્ર કન્ટેન્ટ બનાવવામાં AI ટૂલ્સનો ઉપયોગ કરવાથી પ્રોફાઇલ-લેવલ AI લેબલ લગાવવું જરૂરી રહેશે નહીં.

યુઝર્સની ફરિયાદ બાદ નિયમોમાં ફેરફાર

Instagram ના જણાવ્યા અનુસાર, આ ફેરફાર એવા યુઝર્સના પ્રતિસાદ બાદ કરવામાં આવ્યો છે જેમણે એવા પ્રોફાઇલ જોયા હતા જે પહેલી નજરે વાસ્તવિક વ્યક્તિના લાગતા હતા, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેમાં દેખાતી વ્યક્તિ AIથી બનાવવામાં આવી હતી. પ્લેટફોર્મનું કહેવું છે કે નવી લેબલિંગ સિસ્ટમ યુઝર્સને એ સમજવામાં વધુ મદદ કરશે કે Instagram પર દેખાતા પ્રોફાઇલ પાછળ ખરેખર કોણ અથવા શું છે.

આ પણ વાંચો, Instagram પર ફોટો-રીલ પોસ્ટ કરવાનો બેસ્ટ સમય કયો છે? આ સમયે પોસ્ટ કરશો તો મળશે વધારે View

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">