AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Vehicle: ભારતીય કંપનીએ કર્મચારીઓ માટે ખોલ્યું દિલ, ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે આપશે 3 લાખ રૂપિયા

JSW ગ્રૂપે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રૂપ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપશે. JSW એ તેની લેટેસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ JSW ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી રજૂ કરી છે.

Electric Vehicle: ભારતીય કંપનીએ કર્મચારીઓ માટે ખોલ્યું દિલ, ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે આપશે 3 લાખ રૂપિયા
Electric Vehicle (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 11:29 AM
Share

JSW ગ્રુપ તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા નવા વર્ષમાં એક નવી સ્કીમ શરૂ કરવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે સોમવારે, કંપનીએ 1 જાન્યુઆરીથી સમગ્ર ભારતમાં તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીના પ્રોત્સાહન (Incentive)ની જાહેરાત કરી છે.

JSW ગ્રુપ કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપશે

JSW ગ્રૂપે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રૂપ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપશે. JSW એ તેની લેટેસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ (Green Initiative) JSW ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (Electric Vehicle Policy) રજૂ કરી છે. આ અંતર્ગત કંપની કર્મચારીઓને ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) ખરીદવા માટે 3 લાખ રૂપિયાની સુવિધા આપશે.

ફ્રિ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ

આ નીતિ હેઠળ, JSW ગ્રુપની ઓફિસો અને પ્લાન્ટ્સમાં તમામ કર્મચારીઓ માટે ફ્રિ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન (Electric Vehicle Charging Station) અને પાર્કિંગ સ્લોટ આપવામાં આવશે. JSW ગ્રુપ આ પોલિસી દ્વારા કર્મચારીઓમાં શક્ય તેટલું ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે.

ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે નફાકારક છે?

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં એવું લાગે છે કે કાર અથવા બાઇકનો ઉપયોગ મધ્યમ વર્ગના પરિવારોનું સ્વપ્ન બની જશે. આવી સ્થિતિમાં, બજારમાં ઇલેક્ટ્રિક વાહનની એન્ટ્રી સતત ચર્ચાનું કારણ બની ગઈ છે. પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક વાહન પણ એક સારો વિકલ્પ બની શકે છે.

ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહિત કરવાના કારણો

ઈલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમતોને કારણે મોટી સંખ્યામાં લોકો તેને ખરીદવામાં અચકાય છે. લોકો એ મૂંઝવણ અનુભવે છે કે શું ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે આટલા પૈસા ખર્ચવા એ પૈસાનો બગાડ નથી. તેથી જ સરકાર સહિત JSW જેવી કંપનીઓ લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લેતી રહે છે.

આ પણ વાંચો: Vaishno Devi Temple Stampede: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગમાં 12 ના મોત, સોશિયલ મીડિયા પર લોકોએ માગી સલામતીની દુવા

આ પણ વાંચો: PM Kisan Yojana Update: ખુશખબર, વડાપ્રધાન મોદી ખેડૂતોને આજે આપશે નવા વર્ષની ભેટ

આ પણ વાંચો: Technology: વર્ષ 2022 માં કેવું દેખાશે Instagram, એપમાં આવશે ક્યા ક્યા ફિચર ? જાણો અહીં

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">