PM Kisan Yojana Update: ખુશખબર, વડાપ્રધાન મોદી ખેડૂતોને આજે આપશે નવા વર્ષની ભેટ
પ્રધાનમંત્રી કિસાન યોજનાના 10મા હપ્તા માટે હવે માત્ર આજની રાહ જ બાકી છે. દેશના 10 કરોડ ખેડૂતોને ટૂંક સમયમાં સરકારની સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે.
PM Kisan 10th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.
અગાઉ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર વતી ખેડૂતોને સંદેશ મોકલીને જાણ કરવામાં આવી હતી. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 01 જાન્યુઆરી 2022ના રોજ સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે.
પ્રધાનમંત્રી કિસાન યોજનાના 10મા હપ્તા માટે હવે માત્ર આજની રાહ જ બાકી છે. દેશના 10 કરોડ ખેડૂતોને ટૂંક સમયમાં સરકારની સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. નવા વર્ષના પ્રથમ દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 10મા હપ્તાના પૈસા (PM Kisan 10th Installment) કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે.
PM મોદી નાણાં ટ્રાન્સફર કરશે
આ અઠવાડિયે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલા અપડેટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ (Video conferencing) દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ પ્રસંગે લગભગ 350 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડવામાં આવશે.
કેટલાક ખેડૂતોને જોવી પડી શકે છે હજુ રાહ
કેટલાક ખેડૂતો (Farmers)ને નવા વર્ષની આ સરકારી ભેટ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે 1 જાન્યુઆરીએ 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે, જ્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સંખ્યા હવે 12 કરોડને વટાવી ગઈ છે. આવી સ્થિતિમાં બે કરોડથી વધુ ખેડૂતોએ 10મા હપ્તાના પૈસા માટે રાહ જોવી પડી શકે છે.
આવા ખેડૂતોને બેવડી ભેટ મળશે
બીજી તરફ અનેક ખેડૂતો માટે નવા વર્ષની ખુશીઓ બેવડાઈ જવાની છે. ઘણા ખેડૂતોને નવમા હપ્તાના પૈસા મળી શક્યા નથી. સરકાર આવા ખેડૂતોને એક સાથે બે હપ્તાના પૈસા આપવા જઈ રહી છે. આવા ખેડૂતોને પહેલી જાન્યુઆરીએ બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયા મળી શકે છે.
ખોટી માહિતી આપીને ફાયદો ઉઠાવવો પડશે ભારી
ઓગસ્ટ-નવેમ્બરમાં પીએમ કિસાન યોજનાના નવમા હપ્તામાં 11,15,68,691 ખેડૂતોને બે હજાર રૂપિયા મળ્યા. અગાઉ એપ્રિલથી જુલાઈ સુધીના હપ્તામાં 11,11,90,831 ખેડૂતોને PM કિસાન યોજનાનો લાભ મળ્યો હતો. યોજનાનો લાભ મેળવનાર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થયો છે. બીજી તરફ કેટલાક એવા ખેડૂતોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે, જેમણે ખોટી માહિતી આપીને સરકાર પાસેથી પૈસા લીધા હતા.
આ પણ વાંચો: Viral: આનંદ મહિન્દ્રાએ હૃદય સ્પર્શી આ તસવીરને ગણાવી 2021ની સૌથી શ્રેષ્ઠ તસવીર
આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા કૂતરાએ કર્યો ટંગળી દાવ, વીડિયો જોઈ લોકો બોલ્યા વાહ શું આઈડિયા છે