Loan EMI Fraud: લોનના હપ્તાના નામે લોકો સાથે થાય છે ફ્રોડ, જો આવી ભૂલ કરી તો ખાતામાંથી ઉપડી જશે રૂપિયા, જુઓ Video
ઘણી બેંકો ગ્રાહકોને SMS મોકલીને આવી છેતરપિંડીથી બચવા ચેતવણી આપી રહી છે. બેંકના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિમાં ગ્રાહકોને કોલ આવે છે અને તેમને EMI પેમેન્ટ મોકૂફ રાખવા માટે OTP જણાવવાનું કહેવામાં આવે છે.
તમારી હોમ લોન (Home Loan), કાર લોન કે પર્સનલ લોન ચાલુ હોય તો સાવચેત રહો. છેતરપિંડી (Cyber Crime) કરનારાઓ EMI પેમેન્ટના નામે ફ્રોડ કરી રહ્યા છે. ઠગ પોતે બેંક અધિકારી તરીકે ઓળખ આપીને ગ્રાહકોનો સંપર્ક કરી રહ્યા છે અને તેઓની પાસેથી બેંકિંગ માહિતી મેળવીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
ખાતામાંથી નાણા ઉપાડી લેવામાં આવે છે
કેટલાક ગ્રાહકોની ફરિયાદો મળ્યા બાદ, ઘણી બેંકો ગ્રાહકોને SMS મોકલીને આવી છેતરપિંડીથી બચવા ચેતવણી આપી રહી છે. બેંકના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિમાં ગ્રાહકોને કોલ આવે છે અને તેમને EMI પેમેન્ટ મોકૂફ રાખવા માટે OTP જણાવવાનું કહેવામાં આવે છે. તમે OTP કહો કે તરત જ તમારા ખાતામાંથી નાણા ઉપાડી લેવામાં આવે છે.
આ રીતે થાય છે છેતરપિંડી
1. સાયબર ઠગ તમને બેંક કર્મચારી તરીકેની ઓળખ આપશે. તમને વિશ્વાસમાં લેવા માટે, તમારી જન્મતારીખ, આધાર નંબર, સરનામું વગેરે ચકાસવાનો ડોળ કરશે.
2. આ પછી, પેન્ડિંગ EMI વિશે વિગતવાર સમજાવવામાં આવશે. તે એમ પણ કહેશે કે તમારી ઓળખપત્ર કોઈની સાથે શેર ન કરો.
3. તમારો વિશ્વાસ જીત્યા પછી તે તમને ઓનલાઈન ફોર્મ મોકલશે. ફોર્મ કાર્ડ નંબર, CVV, કાર્ડ એક્સપાયરી ડેટ જેવી વિગતો માંગશે.
4. ત્યારબાદ તમને OTP જણાવવા માટે કહેશે, જે તમારા મોબાઈલ નંબર પર આવશે.
5. જો તમે તેને ભૂલથી પણ OTP કહી દીધો તો તે ટ્રાન્ઝેક્શન દ્વારા તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેશે.
6. આ ઉપરાંત સ્મોલ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી હોય તો ફ્રોડ કરનારા તમારો ડેટા મેળવી હપ્તાના નામે તમારી પાસેથી રૂપિયા પડાવી લે છે. ફ્રોડ લોકો કેવી રીતે છેતરપિંડી કરે છે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
આ પણ વાંચો : EPFO Fraud: PF ખાતાધારકો રહો સાવધાન ! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જાણો શું સાવચેતી રાખવી, જુઓ Video
આ બાબતોનું રાખો ધ્યાન
1. અજાણ્યા વ્યક્તિનો ફોન કે મેસેજ આવે તો કોઈપણ પ્રકારની માહિતી આપવી નહીં.
2. મેસેજમાં કોઈ લિંક આપવામાં આવી હોય તો તેના પર ક્લિક કરશો નહીં.
3. ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV, જન્મ તારીખ કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.
4. ખાતામાંથી છેતરપિંડી અને પૈસા ઉપાડવાના કિસ્સામાં તરત જ 1930 પર કોલ કરો.
5. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો