OMG! બોલ્યા કે ટાઈપ કર્યા વગર ફક્ત વિચાર કરીને ટ્વીટ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા ઓસ્ટ્રેલિયાના ફિલિપ ઓ’કીફે

ઑસ્ટ્રેલિયામાં એક લકવાગ્રસ્ત વ્યક્તિ માત્ર વિચારનો ઉપયોગ કરીને સંદેશ ટ્વીટ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે કંઈપણ ટાઈપ કર્યું ન હતું કે કહ્યું ન હતું... માત્ર તેના મગજનો ઉપયોગ કરીને ટ્વીટ કર્યું હતું.

OMG! બોલ્યા કે ટાઈપ કર્યા વગર ફક્ત વિચાર કરીને ટ્વીટ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા ઓસ્ટ્રેલિયાના ફિલિપ ઓ'કીફે
Paralyzed Man Philip o keefe
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:43 PM

શું તમે ક્યારેય વિચાર્યું છે કે હાથ અથવા શરીરના અન્ય કોઈપણ ભાગને ખસેડ્યા વિના ફક્ત વિચારોને ટેક્સ્ટમાં અનુવાદિત કરી શકાય છે? જેમ કે કોઈ પણ ઉપકરણમાં ટાઈપ કે બોલ્યા વગર સોશિયલ મીડિયા પોસ્ટ (Social Media Post) અથવા કોઈપણ રેન્ડમ સંદેશ લખવો.

પરંતુ હવે આ શક્ય છે. ઑસ્ટ્રેલિયામાં (Australia) એક લકવાગ્રસ્ત વ્યક્તિ માત્ર વિચારનો ઉપયોગ કરીને સંદેશ ટ્વીટ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે કંઈપણ ટાઈપ કર્યું ન હતું કે બોલ્યો ન હતો… માત્ર તેના મગજનો ઉપયોગ કરીને ટ્વીટ કર્યું હતું.

મોટર ન્યુરોન રોગના દર્દી ફિલિપ ઓ’કીફેના મગજમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલી પેપરક્લિપ-સાઈઝની માઈક્રોચિપ દ્વારા આ શક્ય બન્યુ હતુ. માઈક્રોચિપ 62 વર્ષીય વ્યક્તિના વિચારો વાંચવામાં અને તેને ટેક્સ્ટમાં અનુવાદિત કરવામાં સક્ષમ હતી. ફિલિપે બ્રેઈન ઈમ્પ્લાન્ટનો ઉપયોગ કરીને ‘હેલો વર્લ્ડ’ કહ્યું. સંદેશને “પ્રથમ ડાયરેક્ટ થોટ ટ્વીટ” તરીકે વર્ણવવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફિલિપ 2015થી એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS)થી પીડિત છે. આ સ્થિતિને કારણે તે તેના ઉપલા અંગોને ખસેડવામાં અસમર્થ છે. પરંતુ માઈક્રોચિપ ઈમ્પ્લાન્ટે તેમને સંક્ષિપ્ત ટ્વીટ વિશે વિચારવા સક્ષમ બનાવ્યા. તેણે ટ્વીટ કર્યું, “હેલો, વર્લ્ડ ! આ અનુવાદને સફળ બનાવનાર ઈન્ટરફેસ કેલિફોર્નિયા સ્થિત મગજ-કોમ્પ્યુટર ઈન્ટરફેસ કંપની સિન્ક્રોન દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ફિલિપ આ વર્ષે કંપનીના Synchron’s Stentrod મગજ-કોમ્પ્યુટર ઈન્ટરફેસ સાથે પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓમાંનો એક બન્યો. આ ટ્વીટથી ફિલિપ વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો, જેણે સીધા વિચાર દ્વારા સોશિયલ મીડિયા સંદેશ સફળતાપૂર્વક પોસ્ટ કર્યો.

આ પણ વાંચો –

Technology: હવે WhatsApp થી પણ કરી શકશો બેંક બેલેન્સ ચેક, બસ આટલું કરવુ પડશે

આ પણ વાંચો –

Alert! રિલાયન્સ જિયોએ લાખો ગ્રાહકો માટે જાહેર કરી ચેતવણી, E-KYC સ્કેમથી બચવા શેર કરી શેફ્ટી ટિપ્સ

આ પણ વાંચો –

Technology: Paytm પર યુઝર્સ બનાવી શકશે પોતાનું હેલ્થ ID, ડિજિટલ હેલ્થ રેકોર્ડ મેનેજ કરવો થશે સરળ

g clip-path="url(#clip0_868_265)">