AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન: ઈન્ટરનેટ પર ફ્રી iPhone 13 ની લાલચમાં એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો સ્કેમર્સએ કેવી રીતે ફેલાવી છે જાળ

અત્યાર સુધી ઘણા લોકો આ સ્કેમનો ભોગ બન્યા છે. જો કે, ઘણા લોકોએ આ મેસેજને ઓળખ્યો અને હવે તેઓ લોકોને આ કૌભાંડ (iPhone 13 scam) વિશે ચેતવણી પણ આપી રહ્યા છે.

સાવધાન: ઈન્ટરનેટ પર ફ્રી iPhone 13 ની લાલચમાં એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો સ્કેમર્સએ કેવી રીતે ફેલાવી છે જાળ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 1:08 PM
Share

ઈન્ટરનેટ (Internet) અને સોશિયલ મીડિયા (Social Media)નો ઉપયોગ વધવાની સાથે સાયબર ક્રાઈમ(Cyber Crime)માં પણ વધારો થયો છે. લોકોને છેતરવા માટે સ્કેમર્સ હંમેશા નવી નવી યુક્તિઓ વાપરે છે. ક્યારેક તેઓ ઓફર આપીને લોકોને ફસાવે છે તો ક્યારેક લાલચ આપીને માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. હવે લોકોને ઈન્સ્ટાગ્રામ પર ફ્રી iPhone 13 Max Pro જીતવાનો મેસેજ આપીને છેતરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઘણા લોકો આનો ભોગ બન્યા છે. જો કે, ઘણા લોકોએ આ સંદેશને ઓળખ્યો અને હવે તેઓ લોકોને આ કૌભાંડ (iPhone 13 scam) વિશે ચેતવણી પણ આપી રહ્યા છે.

આ છે એક સ્કેમ

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, Instagram વપરાશકર્તાઓને Instagram પોસ્ટ અથવા કમેન્ટ્સમાં મેસેજ મળે છે – “અભિનંદન! તમે iPhone 13 જીતી લીધો છે.” આ મેસેજ સાથે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે અથવા વપરાશકર્તાઓને પ્રોફાઇલ બાયોમાં આપેલી લિંક પર ક્લિક કરીને ભેટ લેવા માટે કહેવામાં આવે છે.

ઘણા Instagram વપરાશકર્તાઓને તેમની કમેન્ટ્સ અને મફત iPhone 13 ભેટ સંબંધિત પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યા છે. સ્કેમર્સ નકલી એકાઉન્ટ્સ અને પ્રમોશન દ્વારા આ કરી રહ્યા છે. જો કે ઘણા ક્રિએટર્સ ઇન્સ્ટાગ્રામ પર ગીવ-અવે ઝુંબેશ ચલાવે છે, પરંતુ આ નવી ઓફર સંપૂર્ણપણે છેતરપિંડી છે.

આ રીતે કરે છે એકાઉન્ટ ખાલી

iPhone 13ની લાલચમાં જે લિંક મોકલવામાં આવી છે તે યુઝર્સને ફેક વેબપેજ પર લઈ જાય છે. અહીં તેમને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે, જ્યાં તેમને યુઝર્સની અંગત માહિતી માંગવામાં આવે છે. છેલ્લે, વપરાશકર્તા પાસેથી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો પૂછ્યા પછી, અમુક રકમ શિપિંગ ચાર્જ તરીકે માંગવામાં આવે છે.

જ્યારે વપરાશકર્તા આ વિગતો ભરે છે, ત્યારે કાર્ડની વિગતો અને ડેટા ચોરાઈ જાય છે. સ્કેમર્સ iPhone 13 માટે ખૂબ જ ઓછી શિપિંગ ફી માંગે છે. વાસ્તવમાં, જો કોઈ વ્યક્તિ એક રૂપિયો ચૂકવે તો પણ સ્કેમરને કાર્ડ અને પેમેન્ટ સંબંધિત માહિતી મળી જાય છે. પછીથી આ માહિતીનો ઉપયોગ કરીને, તે બેંક ખાતું સાફ કરી શકે છે.

ઘણા લોકો બન્યા ભોગ

અત્યાર સુધી ઘણા લોકો આ છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે. ઘણા યુઝર્સે Twitter પર iPhone 13 સ્કેમ સંબંધિત સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે યુઝર્સને કમેન્ટ સેક્શનમાં ટેગ કરવામાં આવી રહ્યા છે કે તેઓ iPhone 13 Max જીતી ગયા છે.

આ પણ વાંચો: Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: Google Photos ના આ ત્રણ શાનદાર ઓપ્શનથી મિનિટોમાં શેર કરી શકશો હાઈ ક્વાલિટી ફોટો-વીડિયો, જાણો આ સરળ રીત

Follow Us
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">