નથી મળી રહી PAN card ની ફિઝિકલ કૉપી તો ચિંતા કરવાની જરૂર નથી, આ સરળ રીતથી મેળવો E-PAN

ઈ-પાન કાર્ડ એક સુરક્ષિત વિકલ્પ છે જે ફિઝિકલ કોપી સાથે રાખવાની ઝંઝટને દૂર કરે છે. આ ઉપરાંત, તમારે બે પેજનું પાન કાર્ડ ફોર્મ ભરવાની જરૂર નથી, પરંતુ ત્વરિત પાન એપ્લિકેશન માટે આધાર અને ઇ-કેવાયસી પ્રક્રિયા છે.

નથી મળી રહી PAN card ની ફિઝિકલ કૉપી તો ચિંતા કરવાની જરૂર નથી, આ સરળ રીતથી મેળવો E-PAN
Pan Card

આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા જાહેર કરાયેલ PAN અથવા કાયમી એકાઉન્ટ નંબર એ ભારતમાં ઘણા હેતુઓ માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવા અને શેરબજારમાંથી શેર ખરીદવા, મિલકત ખરીદવા વગેરે જેવી અન્ય ફાઈનાન્સ સેવાઓનો લાભ મેળવવા માટે પાન કાર્ડ જરૂરી છે.

જેઓ ભારતમાં રહે છે, NRI , PIO, OCI કાર્ડધારક અથવા અન્ય કોઈપણ કે જેઓ ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેઓ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. પાન કાર્ડ માટે અરજી કરવા માટે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર છે પરંતુ જો તમારો આ ચોક્કસ દસ્તાવેજ ખોવાઈ ગયા હોય તો શું? ગભરાશો નહીં, IT વિભાગ ઓનલાઈન પાન કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપે છે.

ઈ-પાન કાર્ડ એક સુરક્ષિત વિકલ્પ છે જે ફિઝિકલ કોપી સાથે રાખવાની ઝંઝટને દૂર કરે છે. આ ઉપરાંત, તમારે બે પેજનું પાન કાર્ડ ફોર્મ ભરવાની જરૂર નથી, પરંતુ ત્વરિત પાન એપ્લિકેશન માટે આધાર અને ઇ-કેવાયસી પ્રક્રિયા છે. ઇ-પાન કાર્ડ કેવી રીતે મેળવવું તે અંગે અહીં એક સરળ માર્ગદર્શિકા છે.

  • સૌ પ્રથમ આવકવેરા વિભાગની વેબસાઇટ પર લોગ ઇન કરો અથવા આ લિંક https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html પર ક્લિક કરો.
  • તે પછી ડાઉનલોડ ઈ-પાન વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારો અનન્ય-10 અંકનો પાન નંબર દાખલ કરો.
  • પછી તે તમને તમારો જન્મદિવસ દાખલ કરવા માટે કહેશે, તે દાખલ કર્યા પછી તમારે નિયમો અને શરતો સ્વીકારવી પડશે.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. તે OTP દાખલ કરો અને કન્ફર્મ બટન પર ટેપ કરો
  • આ પછી પેમેન્ટ ઓપ્શન દેખાશે. તમારે UPI, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા 8.26 રૂપિયા ચૂકવવા પડશે.
  • ચુકવણી થઈ ગયા પછી, તમે ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

વપરાશકર્તાઓએ નોંધ લેવી જોઈએ કે તેમના પાન કાર્ડની પીડીએફ ફાઇલને ઍક્સેસ કરવા માટે, તેઓએ એક પાસવર્ડ દાખલ કરવો પડશે જે તેમની મૂળ જન્મતારીખ છે.

આ પણ વાંચો – 

DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ

આ પણ વાંચો –

મિસાઈલ ‘કિલર્સ સ્ક્વોડ્રન’ને પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ અવોર્ડ અપાશે, 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના જહાજોને નેસ્તનાબુદ કર્યા હતા

આ પણ વાંચો –

લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati