DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ

કહેવામાં આવી રહ્યું છે કે, આ નવી મિસાઈલ ઘણી જૂની મિસાઈલને રિપ્લેસ કરવા માટે બનાવવામાં આવી છે. આ સિવાય ડીઆરડીઓ ઘણી વધુ શોર્ટ રેન્જ મિસાઈલો બનાવી રહ્યું છે.

DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ
missile VL-SRSAM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:39 PM

ભારતે વધુ એક મિસાઇલ(Missile)નું સફળ પરીક્ષણ(Successful testing) કર્યુ છે. મંગળવારે ઓડિશા(Odisha)ના દરિયાકાંઠે ‘વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ’ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ (Successful testing)કર્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે એર ડિફેન્સ સિસ્ટમ લગભગ 15 કિમીના અંતરે લક્ષ્યને નષ્ટ કરી શકે છે. તેને DRDO (Defence Research and Development Organisation) દ્વારા નૌકાદળના યુદ્ધ જહાજો માટે વિકસાવવામાં આવી રહ્યું છે.

MIની માહિતી અનુસાર, ‘વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ’ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે અને તેની સ્ટ્રાઈક રેન્જ 40 કિમી છે.

દુશ્મનનો નાશ કરવામાં સક્ષમ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 360 ડિગ્રીના ટાર્ગેટ સાથે કોઈપણ દિશામાંથી આવતા ડ્રોન, મિસાઈલ અથવા ફાઈટર જેટને તોડી શકે છે. તેનાથી માત્ર ભારતીય નૌકાદળ જ નહીં પરંતુ વાયુસેના પણ મજબૂત થશે. અગાઉ DRDOએ રડાર વોર્નિંગ રીસીવર (RWR) અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ (MAWS) વિકસાવી હતી જે ભારતીય વાયુસેનાને આપવામાં આવશે.

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સફળતા

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વધુ એક મોટી સફળતા મળી છે, ત્યારે DRDOએ કહ્યું કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ રડાર વોર્નિંગ રીસીવર (RWR) અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ (MAWS) તૈયાર કરી છે, જેનો ઉપયોગ C295 પ્રોગ્રામ માટે BEL તરફથી એરબસ, સ્પેને દ્વારા ખરીદવામાં આવશે અને પછી ભારતીય વાયુસેનાને પહોંચાડવામાં આવશે. આ અદ્ભુત કાર્ય માટે ટીમ DLRL ના પ્રયાસોને અભિનંદન.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી હતી કે અલ્ટ્રા વાયોલેટ આધારિત મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ (UVMAWS) એક નિષ્ક્રિય મિસાઈલ ચેતવણી પ્રણાલી છે જેનો ઉપયોગ તોળાઈ રહેલી મિસાઈલ હમલાઓને શોધવા અને જવાબી હુમલા શરૂ કરવા માટે પાઈલટ્સને ચેતવણી આપવા માટે થાય છે.

આ પણ વાંચો : લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">