AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Two WhatsApp Account in One Smartphone : એક જ ફોનમાં 2 વોટ્સએપ યૂઝ કરવું છે એકદમ સરળ, વાંચો વિગત

એક જ ફોનમાં 2 વોટ્સએપ એકાઉન્ટ ચલાવવું એટલું સરળ નથી. જો કે ફેસબુકની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ અત્યાર સુધી તે મલ્ટી એકાઉન્ટને સપોર્ટ કરતું નથી.

Two WhatsApp Account in One Smartphone : એક જ ફોનમાં 2 વોટ્સએપ  યૂઝ કરવું છે એકદમ સરળ, વાંચો વિગત
How to Use two WhatsApp Account in One Smartphone
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 8:36 AM
Share

આજના સમયમાં મોટાભાગના લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. તમારા મિત્રો સાથે વાત કરવાથી લઈને ઓનલાઈન પેમેન્ટ કરવા સુધી, આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ ઘણી મહત્વપૂર્ણ બાબતો માટે થાય છે. ઘણા લોકો 2 અથવા 3 WhatsApp એકાઉન્ટ ચલાવે છે. આ દિવસોમાં માર્કેટમાં આવતા મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. એક ફોનમાં 2 નંબરનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.

એક જ ફોનમાં 2 વોટ્સએપ એકાઉન્ટ ચલાવવું એટલું સરળ નથી. જો કે ફેસબુકની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ અત્યાર સુધી તે મલ્ટી એકાઉન્ટને સપોર્ટ કરતું નથી. યુઝર્સ એક જ નંબર પરથી માત્ર એક જ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે.

જો કે, મોબાઇલ ઉત્પાદકો પાસે આનો ઉકેલ છે. વપરાશકર્તાઓને Android ફોન પર એક જ એપના બે અલગ-અલગ વર્ઝનની સુવિધા મળે છે. આ ફીચર સાથે યુઝર્સને અલગ-અલગ એપ્સ માટે અલગ-અલગ ફોનનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી, તો આ લેખ વાંચો. અહીં તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

– એક જ એન્ડ્રોઇડ ફોનમાં 2 WhatsApp એકાઉન્ટને સક્ષમ કરવા માટે, તમારે પહેલા ફોનના સેટિંગ્સમાં જવું પડશે. – અહીં તમને Dual/Parallel/App Clone ફીચર મળશે. – તેના પર ક્લિક કરવાથી તમને ઘણી એપ્સ જોવા મળશે. – ત્યાંથી, WhatsApp ની બાજુમાં ટૉગલ પર ક્લિક કરો. – સેસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ. આ પછી, હોમ સ્ક્રીન પર આવો અને અન્ય વોટ્સએપના આઇકોન પર ક્લિક કરો. તેના પર એક નાનું નિશાન હશે. – હવે Agree અને Continue ના વિકલ્પ પર ક્લિક કરો. – હવે તમે જે નંબર પરથી WhatsApp ચલાવવા માંગો છો તે નંબર દાખલ કરો. તેના પર એક OTP આવશે. તે દાખલ કર્યા પછી, તમે WhatsApp એકાઉન્ટ ચલાવવાનું શરૂ કરશો. – આ રીતે તમે એક જ ફોનમાં 2 WhatsApp એકાઉન્ટ સરળતાથી ચલાવી શકશો.

આ પણ વાંચો –

સિક્સર કિંગે ફરી મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત, સોશિયલ મીડિયામાં ફની મીમ્સ સાથે ટ્રેન્ડ થવા લાગ્યુ #YuvrajSingh

આ પણ વાંચો –

ઈઝરાયલના પીએમને ભારત આવવા વડાપ્રધાન મોદીએ આપ્યુ આમંત્રણ આપ્યું, કહ્યું ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વધારાશે

આ પણ વાંચો –

કેળાંને લઇને આ પાકિસ્તાનીએ આપ્યુ ગજબનું જ્ઞાન, ટીવી શો દરમિયાન હસી હસીને મહિલા એન્કરના હાલ થયા ખરાબ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">