AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: તમારા સ્માર્ટફોનમાં એક ક્લિકથી મેળવો બિપરજોય વાવાઝોડાની તમામ અપડેટ, આ રીતે કરો LIVE ટ્રેક

બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રને પાર કરી રહ્યું છે ત્યારે તમારા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન અથવા તમારા કમ્પ્યુટરનો ઉપયોગ કરી આ વાવાઝોડાને તમે ટ્રેક કરી શકો છે.

Cyclone Biparjoy: તમારા સ્માર્ટફોનમાં એક ક્લિકથી મેળવો બિપરજોય વાવાઝોડાની તમામ અપડેટ, આ રીતે કરો LIVE ટ્રેક
Get all updates of Biparjoy Cyclone
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 10:47 PM
Share

અરબી સમુદ્રમાં સક્રિય બનેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સંકટ વચ્ચે હવામાન વિભાગે તેજ પવન ફુંકાવાની આગાહી વ્યક્ત કરી છે, સાથે જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી કરી છે. એવામાં આ બિપરજોય વાવાઝોડું કયા પહોંચ્યું એ જાણવું જરૂરી બન્યું છે, ત્યારે આ માટે તમે તમારા મોબાઈલ ફોનમાં વાવાઝોડાને લગતી માહિતી મેળવી શકશો.

રેઇન વ્યુઅર મોબાઇલ એપ્લિકેશન

જો તમે પણ બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માંગો છો? તો તમે Rainviewer.com પર જઈને તેને ચેક કરી શકો છો. આ શાનદાર ટૂલ તમને તમારા સ્માર્ટફોન પર જ રિયલ ટાઇમમાં બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવામાં મદદ કરશે. રેઇનવ્યુઅર મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે વાવાઝોડા પર નજર રાખી શકો છો અને તમે જ્યાં પણ હોવ ત્યાંથી અસરગ્રસ્ત વિસ્તારો અંગે માહિતી પણ મેળવી શકો છો.

How to track Cyclone Biperjoy live on your smartphone in real time

RainViewer

બિપરજોય વાવાઝોડું હાલ કયા પહોંચ્યું?

હાલના સમયે આ બિપરજોય વાવાઝોડું ગોવાથી 690 કિમી પશ્ચિમમાં, મુંબઈથી 640 કિમી પશ્ચિમ-દક્ષિણમાં અને પોરબંદરથી 640 કિમી દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે. 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તોફાન ભયાવક અસર છોડી શકે છે.

ઝૂમ અર્થ પર ચેક કરી શકાશે

બિપરજોય વાવાઝોડું કયા પહોંચ્યું છે એ જોવા અને તેના પર નજર રાખવા તમે Zoom Earth એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ઝૂમ અર્થ વેબસાઈટ બિપરજોય વાવાઝોડાની રીઅલ ટાઇમ અપડેટ્સ બતાવે છે, સાથે જ તે કયા વિસ્તારમાંથી પસાર થઈ શકે છે એ અંગે પણ માહિતી આપે છે. પવનની ગતિ, હવાનું દબાણ, તાપમાન અને ભેજની વધઘટ સાથે બેરોમેટ્રિક ચાર્ટ જોવાના વિકલ્પો પણ અહી ઉપલબ્ધ છે, જેથી હવે આંગળીના ટેરવે તમે પણ હવામાનને લગતી તમામ જરૂરી અપડેટ મેળવી શકશો.આ ઉપરાંત તમે બિપરજોય વાવાઝોડા પર રીઅલ ટાઇમ અપડેટ્સ માટે સેટેલાઇટ ઇમેજ અને એનિમેશન જોઈ શકો છો.

How to track Cyclone Biperjoy live on your smartphone in real time

ZOOM EARTH

આ પણ વાંચો : Gujarati Video: બિપોરજોય વાવાઝોડાની દરિયાકિનારે અસર, ગોમતી કાંઠે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

બિપરજોયનો અર્થ છે ‘આફત’

બાંગ્લાદેશે આ ચક્રવાતને ‘બિપરજોય’ નામ આપ્યું, જેનો બંગાળીમાં અર્થ ‘આપત્તિ’ અથવા ‘આફત’ થાય છે. આ વાવાઝોડું તેની અસર છોડી રહ્યું છે અને અરબી સમુદ્રના કિનારે વલસાડના તિથલ બીચ પર પહેલાથી જ તેની અસર જોવા મળી રહી છે. IMDએ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે પવનની આગાહી પણ કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">