Breaking News Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું બન્યું વધારે તોફાની, 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા

બિપરજોય વાવાઝોડું બન્યું વધારે તોફાની કચ્છના માંડવી તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા 135થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઇ શકે છે.

Breaking News Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું બન્યું વધારે તોફાની, 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા
Cyclone Biparjoy
Follow Us:
| Updated on: Jun 12, 2023 | 7:33 AM

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું બન્યું વધારે તોફાની કચ્છના માંડવી તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા 135થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઇ શકે છે પવન પોરબંદરથી 390 અને નલિયાથી 520 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત દેવભૂમિદ્વારકાથી 430 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત વાવાઝોડું 2 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું 14 જૂનથી ઉત્તર અને પછી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે વાવાઝોડું.

વાવાઝોડાની પરિસ્થિતિને લઈને PMO દ્વારા સતત મોનિટરીંગ

બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. ત્યારે આ તમામ બાબતો તેમજ પરિસ્થિતિને લઈ PMO દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે  ભુજ જશે.

વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે. બિપોરજોય વાવાઝોડું વધુ તોફાની બન્યું છે. છેલ્લા 6 કલાકમાં 7 કિમી પ્રતિ કલાકથી ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા

જે કચ્છના માંડવી તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી 400 અને નલિયાથી 530 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. 14 જૂનથી ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વાવાઝોડું આગળ વધશે. જોકે 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. 120થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

આ તમામ જે પરિસ્થિતિને લઈ સતત PMO નજર રાખી રહ્યું છે. અને તમામ પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરાઇ રહ્યા છે. મહત્વનુ છે કે કેન્દ્ર દ્વારા પણ તમામ મદદ પૂરી પાડવામાં આવશ. ગુજરાતના વલસાડ, પોરબંદર, દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. રાજ્યના મોટાભાગના દરિયાકિનારે અલર્ટ આપવામાં આવ્યું છે અને પ્રવાસીઓને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તો બોટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">