Tech Tips: તમને પણ મળી શકે છે VIP Mobile Number, જાણો ફ્રીમાં મેળવવાની સરળ રીત

|

Mar 03, 2022 | 2:01 PM

How to Get VIP Mobile Number: આજે અમે તમારા માટે એક એવી સરળ રીત લાવ્યા છીએ. જેનાથી તમે VIP નંબર મેળવી શકો છો. BSNL એ તાજેતરમાં VIP મોબાઈલ નંબર માટે ઓફર જાહેર કરી છે.

Tech Tips: તમને પણ મળી શકે છે VIP Mobile Number, જાણો ફ્રીમાં મેળવવાની સરળ રીત
Sim Card (File photo)

Follow us on

આપણો ફોન નંબર એ ડિજિટલ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ઓળખ છે. આ એક અનોખો નંબર છે, જે ઘણી જગ્યાએ આપણી ઓળખ બનાવે છે. જો તમે પણ VIP નંબર (VIP Mobile Number)મેળવવા માગો છો, તો આજે અમે તમારા માટે એક એવી સરળ રીત લાવ્યા છીએ. જેનાથી તમે મનગમતા નંબર મેળવી શકો છો. BSNL એ તાજેતરમાં VIP મોબાઈલ નંબર માટે ઓફર જાહેર કરી છે. બીજી તરફ, Vodafone Idea એટલે કે Vi પણ આવી જ ઓફર આપે છે. ત્યારે અમે તમને જણાવીશું કે તમે આ VIP મોબાઈલ નંબર કેવી રીતે મેળવી શકો છો.

BSNL આપી રહ્યું છે ઓફર

જો તમે BSNLનું સિમ કાર્ડ ખરીદવા માંગો છો, તો કંપની તમને પ્રીપેડ અને પોસ્ટ-પેડ બંને વિકલ્પો આપી રહી છે. તમે તમારા માટે પ્રીપેડ અથવા પોસ્ટપેડ કોઈપણ સિમ કાર્ડ ખરીદી શકો છો. આ માટે યુઝર્સે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પછી ઈ-ઓક્શન (Auction)માં ભાગ લેવો પડશે. ઉપભોક્તા તેમની પસંદગીના નંબર પર બિડ કરી શકે છે.

જોકે આ નંબરોની માંગ ઘણી વધારે હોય છે. તેથી જ BSNL હરાજી કરે છે. જો તમને VIP BSNL નંબર જોઈએ છે, તો તમારે હરાજીમાં ભાગ લેવો પડશે. ત્યારે અમે જણાવીશું કે તમે કેવી રીતે હરાજીમાં ભાગ લઈ શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સૌથી પહેલા તમારે BSNL eauction.bsnl.co.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. અહીં તમને ટોપ બાર પર Login/Register નો વિકલ્પ મળશે. હવે તમારે તમારા વર્તમાન મોબાઈલ નંબર, ઈમેલ આઈડીની વિગતો દાખલ કરવી પડશે. આ પછી BSNL તમારી લોગિન વિગતો ઈમેલ આઈડી પર શેર કરશે. તે પછી તમારે લોગિન ઓળખપત્રોની મદદથી લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

હવે તમારી સામે VIP નંબરોની યાદી હશે, જેમાંથી તમારે તમારા માટે એક નંબર પસંદ કરવાનો રહેશે. હવે તમારે Continue to Cart પર ક્લિક કરવું પડશે અને રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે, જે રિફંડપાત્ર છે. BSNL દરેક ફેન્સી નંબર માટે ત્રણ લોકોને પસંદ કરશે, તેના બદલે બાકીના વપરાશકર્તાઓની નોંધણી ફી આગામી 10 દિવસમાં રિફંડ કરવામાં આવશે.

ત્રણ પસંદ કરેલા વપરાશકર્તાઓમાં સૌથી વધુ બોલી લગાવનાર પ્રથમ વપરાશકર્તાને નંબર ખરીદવાની તક મળશે. જો પહેલો યુઝર નંબર નહીં ખરીદે તો બીજા યુઝરને અને પછી ત્રીજા યુઝરને તક મળશે. યુઝર નંબર ખરીદતાની સાથે જ તે આગામી થોડા દિવસોમાં એક્ટિવેટ થઈ જશે.

VI નો VIP નંબર

BSNL ની જેમ વોડાફોન આઇડિયા એટલે કે VI પણ વપરાશકર્તાઓને VIP નંબર ઓફર કરે છે. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ પણ ફોલો કરવા પડશે. સૌ પ્રથમ, તમારે પોસ્ટપેડ અથવા પ્રીપેડ વિકલ્પ પસંદ કરવો પડશે, જે તમે ખરીદવા માંગો છો. આ પછી તમારે પિન કોડ અને તમારો હાલનો મોબાઈલ નંબર નાખવો પડશે.

હવે તમારે આપેલા VIP ફેન્સી નંબરમાંથી એક પસંદ કરવાનો રહેશે. આ પછી તમારે તમારું સરનામું એન્ટર કરવાનું રહેશે અને પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આપને જણાવી દઈએ કે BSNL તેના VIP નંબરની હરાજી કરે છે, જ્યારે Vi વપરાશકર્તાઓને મફતમાં નંબર ઓફર કરે છે.

આ પણ વાંચો: Ukraine Farmer Tank: રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો યુક્રેનનો ખેડૂત, જોતા રહી ગયા સૈનિકો

આ પણ વાંચો: Alert: ક્યાંક તમારા ફોનમાં તો નથી ને આ ખતરનાક એપ? હોય તો અત્યારે જ કરો અનઈન્સ્ટોલ

 

Next Article