Alert: ક્યાંક તમારા ફોનમાં તો નથી ને આ ખતરનાક એપ? હોય તો અત્યારે જ કરો અનઈન્સ્ટોલ

Alert: ક્યાંક તમારા ફોનમાં તો નથી ને આ ખતરનાક એપ? હોય તો અત્યારે જ કરો અનઈન્સ્ટોલ
Google Play Store

શું તમારા સ્માર્ટફોનમાં છે આ ખતરનાક એપ? જો હોય, તો તરત જ તેને ફોનમાંથી અનઇન્સ્ટોલ કરો. એક સિક્યોરિટી ફર્મે કહ્યું કે ગૂગલ પ્લે પરથી રિમોટ એક્સેસ ટ્રોજન ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જે યુઝર્સના પાસવર્ડ, ટેક્સ્ટ મેસેજ અને અન્ય ગોપનીય ડેટાની ચોરી કરે છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 03, 2022 | 11:42 AM

ગૂગલ પ્લે સ્ટોર એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આ હોવા છતાં, ગૂગલ (Google) ની સુરક્ષાને બાયપાસ કરીને તમારા ડિવાઈસ પર કેટલાક માલવેર ઇન્સ્ટોલ થાય છે, જે બેંક ફ્રોડનું કારણ બને છે. ઉપરાંત, ફોનમાં હાજર તમારી અંગત માહિતી, પાસવર્ડની ચોરી કરે છે. આવા જ એક ટ્રોજનની ઓળખ કરવામાં આવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)પર હાજર હતો.

આ ખતરનાક એપને 10,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. શું તમારા સ્માર્ટફોનમાં છે આ ખતરનાક એપ? જો હોય, તો તરત જ તેને ફોનમાંથી અનઇન્સ્ટોલ કરો. એક સિક્યોરિટી ફર્મે કહ્યું કે ગૂગલ પ્લે પરથી રિમોટ એક્સેસ ટ્રોજન ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જે યુઝર્સના પાસવર્ડ, ટેક્સ્ટ મેસેજ અને અન્ય ગોપનીય ડેટાની ચોરી કરે છે.

ટીબોટ શું છે?

ટીબોટ (TeaBot)એ એક એન્ડ્રોઇડ માલવેર છે જે Googleની અધિકૃત એપ માર્કેથી ફેલાઈ રહ્યો છે. સામાન્ય રીતે, કંપની આવી ખતરનાક એપ્સની માહિતી મળતા જ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દે છે. પરંતુ આ એપને ઓળખવી મુશ્કેલ બની રહી છે. સુરક્ષા ફર્મ ક્લીફી (Cleafy)અહેવાલ આપે છે કે ટીબોટ ફરી આવી ગયો છે. આ વખતે આ ટ્રોજન QR કોડ અને બારકોડ સ્કેનર નામની મેલિશિયસ એપ દ્વારા ફેલાઈ રહ્યો છે. ક્લીફી રિસર્ચરે ગૂગલને આ એપ વિશે જાણકારી આપી છે. પરંતુ અત્યારે આ અંગે ગૂગલ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ જો આ એપ તમારા ફોનમાં છે, તો તેને તરત જ દૂર કરો.

બેંકિંગ ડેટાની ચોરી માટે છે જવાબદાર

નવું ટીબોટ ટ્રોજન ગત વર્ષના મે 2021ના ટ્રોજન કરતાં વધુ ખતરનાક છે. જેમાં હવે હોમ બેંકિંગ એપ્લિકેશન, વીમા એપ્લિકેશન, ક્રિપ્ટો વોલેટ અને ક્રિપ્ટો એક્સચેન્જનો સમાવેશ થાય છે. આ ટ્રોજનને ગત વર્ષે મે મહિનામાં ટીબોટ અને અનાત્સા નામથી ઓળખવામાં આવ્યા હતા. તેમાં સ્ટ્રીમિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને માલવેરે Androidની ઍક્સેસિબિલિટી સેવાનો દુરુપયોગ કરીને ડિવાઈસને હેક કર્યું હતું. આમાં હેકર્સ સ્ક્રીનને રિમોટલી કંટ્રોલ કરી શકે છે. ટીબોટને વિશ્વભરની લગભગ 60 બેંકોની એપ્સનો ડેટા ચોરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.

નકલી અપડેટ દ્વારા ડેટાની ચોરી

એક વર્ષથી ઓછા સમયમાં ટીબોટ હુમલામાં 500 ટકાનો વધારો થયો છે. તાજેતરના મહિનાઓમાં, ટીબોટે ચેપગ્રસ્ત ફોનને નવી ભાષાઓમાં કસ્ટમ સંદેશા મોકલ્યા છે, જેમાં રશિયન, સ્લોવાક અને મેન્ડરિન ચાઇનીઝનો સમાવેશ થાય છે. નવું ટ્રોજન વપરાશકર્તાઓને નકલી અપડેટ્સ પ્રદાન કરે છે. આ પછી, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા દરમિયાન ઉપકરણની ઍક્સેસિબિલિટી પરવાનગી લેવામાં આવે છે. આમાં વ્યુ અને કંટ્રોલ સ્ક્રીન માટેની પરવાનગીઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા હેકર્સ લોગિન ઓળખપત્ર, SMS, 2FA કોડ જેવી સંવેદનશીલ માહિતી સુધી પહોંચે છે.

આ પણ વાંચો: Ukraine Farmer Tank: રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો યુક્રેનનો ખેડૂત, જોતા રહી ગયા સૈનિકો

આ પણ વાંચો: Peppermint Farming: પીપરમિન્ટની ખેતીથી ખેડૂતો કરી શકે છે બમણી કમાણી, જાણો કેટલો થાય છે ખર્ચ

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati