ફોન પર કેવી રીતે ડાઉનલોડ કરવું ચૂંટણી કાર્ડ, જાણો શું છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

દેશના દરેક મતદાર પાસે EPIC નંબર છે અને તે આ સરળ પગલાંઓ વડે પોતાના સ્માર્ટફોન પર e-EPIC કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

ફોન પર કેવી રીતે ડાઉનલોડ કરવું ચૂંટણી કાર્ડ, જાણો શું છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Voter Id Card (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:25 AM

આધાર કાર્ડ, મતદાર ID અને પાસપોર્ટ એ ભારતના નાગરિક તરીકે સૌથી મહત્વપૂર્ણ ઓળખપત્રો છે. મતદાર આઈડી કાર્ડ ન માત્ર ઓળખના પુરાવા તરીકે કામ કરતું નથી પણ તમને તમારો મત આપવા માટે પણ અધિકાર આપે છે. વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022) નજીક છે અને કોવિડ-19 મહામારીને કારણે કોઈપણ પ્રકારના ફિઝિકલ ટચને ટાળવા માટે તમારું મતદાર આઈડી કાર્ડ (Voter ID Card) ફોન પર ડાઉનલોડ કરવું જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચે (Election Commission of India) ગત વર્ષે e-EPIC (ઈલેક્ટ્રોનિક ઈલેક્ટોરલ ફોટો આઈડી કાર્ડ) પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

આવતા મહિને ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ત્યારે મતદારોને મતદાન પ્રક્રિયા દરમિયાન ફિઝિકલ અંતર જાળવવા માટે આ સેવાનો લાભ લેવાની સલાહ આપવામાં આવે છે. e-EPICએ તમારા ફિઝિકલ વોટર આઈડી કાર્ડનું પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (PDF) વર્ઝન છે જે તમારા મોબાઈલ ઉપકરણ પર એક ક્લિકથી ડાઉનલોડ કરી શકાય છે.

e-EPICના ફાયદા

મતદાર e-EPICને તેના ફોન સ્ટોરેજમાં સેવ શકે છે અથવા તેને ડીજી લોકરમાં અપલોડ કરી શકે છે. નોંધપાત્ર રીતે મતદાર ID કાર્ડના ડિજિટલ વર્ઝનનો ઉપયોગ મતદાર ID, સરનામું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈપણ ચકાસણી પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે. તે એક સુરક્ષિત દસ્તાવેજ છે અને હેકર્સ તેની સાથે ચેડા કરી શકતા નથી અથવા તેનો ઉપયોગ વપરાશકર્તાઓની અંગત વિગતોની ચોરી કરવા માટે કરી શકતા નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડિજિટલ મતદાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

સ્ટેપ 1: https://voterportal.eci.gov.in પર જાઓ.

સ્ટેપ 2: ડાઉનલોડ e-EPIC વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમારો e-EPIC નંબર દાખલ કરો અને પછી વન-ટાઇમ પાસવર્ડ (OTP) ઉમેરો, જે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

સ્ટેપ 4: ડાઉનલોડ એપિક પર ક્લિક કરો.

દેશના દરેક મતદાર પાસે EPIC નંબર છે અને તે આ સરળ પગલાંઓ વડે પોતાના સ્માર્ટફોન પર e-EPIC કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

તમારો મોબાઈલ નંબર કેવી રીતે રજીસ્ટર કરવો

સ્ટેપ 1: KYC પૂર્ણ કરવા માટે e-KYC પર ક્લિક કરો.

સ્ટેપ 2: ફેસ લાઈવનેસ વેરીફિકેશન પરથી પસાર થાઓ.

સ્ટેપ 3: KYC પૂર્ણ કરવા માટે તમારો મોબાઇલ નંબર અપડેટ કરો. કેવાયસી પૂર્ણ કરવા માટે તમારે કેમેરા સાથેના ડિવાઈસની જરૂર છે, તે સ્માર્ટફોન/લેપટોપ હોઈ શકે છે.

સ્ટેપ 4: પછી તમે e-EPIC ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો: Budget 2022 : શું છે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા અને તેનું મહત્વ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો: Bigg Boss 15 Winner Tejasswi Prakash: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે બિગ બોસ-15ની ટ્રોફી જીતી, આ સાથે જ મળ્યા આટલા લાખ રૂપિયા

g clip-path="url(#clip0_868_265)">