આ ટેલિકોમ કંપનીના 78 લાખ યુઝર્સનો ડેટા થયો ચોરી, ગ્રાહકોને આપવામાં આવી આ સલાહ

ટેલિકોમ ઓપરેટરે તાજેતરમાં ડેટા બ્રીચની ઘટનાનો સ્વીકાર કર્યો હતો. બ્રીચ કરવામાં આવેલા ડેટામાં ગ્રાહકોના નામ, અટક, જન્મ તારીખ, પબ્લિક સિકયોરિટી નંબર અને ડ્રાઈવર લાયસન્સની માહિતીનો સમાવેશ થાય છે.

આ ટેલિકોમ કંપનીના 78 લાખ યુઝર્સનો ડેટા થયો ચોરી, ગ્રાહકોને આપવામાં આવી આ સલાહ
પ્રતીકાત્મક તસ્વીર

વારંવાર ડેટા (Data) ચોરીની ઘટના ઘટતી રહે છે તો સાયબર એટેકની ઘટના પણ ઘટે છે. જેમાં પર્સનલ ડેટા ચોરી પણ થાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. ટી-મોબાઈલ યુએસએ (T-Mobile US) બુધવારે જણાવ્યું હતું કે તેની સિસ્ટમો પર સાયબર એટેકની ચાલી રહેલી તપાસમાં તેના વર્તમાન પોસ્ટપેડ ગ્રાહકોના લગભગ 78 લાખ યુઝર્સના વ્યક્તિગત ડેટાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

 

ગત સપ્તાહના અંતમાં કંપનીને હુમલા અંગે માહિતી આપવામાં આવી હતી. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ઓનલાઈન ફોરમે દાવો કર્યો હતો કે તેના યુઝર્સનો પર્સનલ ડેટા લીક થયો છે. ટી-મોબાઈલે જણાવ્યું હતું કે લગભગ 8,50,000 પ્રીપેડ ગ્રાહકોનો  (Prepaid Customers) ડેટા અને જૂના અથવા તાજેતરના ગ્રાહકોના 40 મિલિયનથી વધુ રેકોર્ડ્સ પણ ચોરાયા છે. બ્રીચ કરાયેલા ડેટામાં ગ્રાહકોના નામ, અટક, જન્મ તારીખ, જાહેર સુરક્ષા નંબર અને ડ્રાઈવરની લાયસન્સ માહિતીનો સમાવેશ થાય છે, જોકે તેમની નાણાકીય બાબતોમાં કોઈ ચેડા થયાના કોઈ સંકેત નથી.

 

યુઝર્સની સિક્યોરિટી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે

ટેલિકોમ ઓપરેટરે સોમવારે ડેટા બ્રીચનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ખાતરી છે કે ડેટા એક્સેસ કરવા માટે વપરાતો એન્ટ્રી પોઈન્ટ બંધ થઈ ગયો છે. ટી-મોબાઈલે કહ્યું કે તે જોખમમાં રહેલા યુઝર્સને બચાવવા માટે “તાત્કાલિક પગલા” લઈ રહી છે.

 

ટી-મોબાઈલે જણાવ્યું હતું કે “આ શોધના પરિણામ સ્વરૂપે, અમે તમામ વ્યક્તિઓ કે જેઓ આ સાઈબર એટેકથી જોખમમાં હોઈ શકે તેમની સુરક્ષામાં મદદ માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છીએ.” ગ્રાહકો માટે ટૂંક સમયમાં ટી-મોબાઈલ દ્વારા કમ્યુનિકેશન શરૂ કરવામાં આવશે.

 

ગ્રાહકો જોખમ ટાળવા માટે આ કામ કરી શકે છે

ટી-મોબાઈલ ગ્રાહકોને McAfeeની આઈડી થેફ્ટ પ્રોટેક્શન સેવા સાથે 2 વર્ષની મફત ઓળખ સેવા આપે છે. તમામ ટી-મોબાઈલ પોસ્ટપેડ ગ્રાહકોને તેમના ટી-મોબાઈલ એકાઉન્ટ પર ઓનલાઈન જઈને અથવા તેમના ફોન પર 611 ડાયલ કરીને કંપનીની કસ્ટમર કેર ટીમને ફોન કરીને તેમનો પિન બદલવાની સલાહ આપવામાં આવે છે. કંપનીએ ગ્રાહકોની સલામતી માટે આગળના પગલા લેવામાં મદદ કરવા માટે વન સ્ટોપ માહિતી અને ઉકેલો માટે અપડેટેડ વેબ પેજ પણ પ્રકાશિત કર્યું છે.

 

 

આ પણ વાંચો : Afghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?

 

આ પણ વાંચો :ખેડૂતો પાસે ડ્ર્ગ્સની ખેતી કરાવીને વધુ અમીર બનશે તાલિબાન, પાકિસ્તાની યુવાનોને લગાવશે નશાની આદત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati