Afghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?

TV9 GUJARATI

|

Updated on: Aug 18, 2021 | 2:20 PM

નોકરીમાંથી કાઢી મુક્યા બાદ અફઘાન ન્યુઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું, "હવે હું શું કરીશ, આગામી પેઢી પાસે કોઈ કામ નહીં હોય. 20 વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.

Afghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનોએ સરકારી ન્યુઝ ચેનલોમાંથી મહિલા એન્કર પર પ્રતિબંધ મૂક્યો છે. એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં તાલિબાને મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવાની વાત કરી હતી. આ સાથે તેને કામ પર આવવાનું પણ કહેવામાં આવ્યું હતું. જો કે, આ પછી જ તાલિબાનોએ મહિલા ન્યૂઝ એન્કરની નોકરી છીનવી લીધી અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.

તાલિબાનોએ સરકારી સંચાલિત ન્યૂઝ ચેનલમાં તમામ મહિલા એન્કરને તાલિબાન એન્કર સાથે બદલી દીધા છે. તાલિબાને ન્યૂઝ એન્કર્સને કાઢી મૂક્યા છે અને હવે તાલિબાન એન્કર ટેલિવિઝન પર સમાચાર વાંચશે. નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ એક અફઘાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, ‘હવે હું શું કરીશ, આવનારી પેઢીને કોઈ કામ નહીં રહે. 20 વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.”

તાલિબાને પત્રકાર પરિષદમાં શું કહ્યું?

આ પહેલા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વીસ વર્ષ લડાઈ બાદ અમે વિદેશી દળોને ભગાડી દીધા છે. આપણી સામે જે બન્યું તે બધું આપણે ભૂલી ગયા છીએ. અમે તમામ દેશોને ખાતરી આપીએ છીએ કે અમે તમારા દૂતાવાસ અને લોકોની સુરક્ષા કરીશું. મુજાહિદે કહ્યું કે તેની કોઈ સાથે દુશ્મની નથી અને તેણે પોતાના નેતાના આદેશના આધારે દરેકને માફ કરી દીધા છે.

તેમણે કહ્યું કે અમે અમારી બહેનો માટે ભેદભાવ નહીં કરીએ. અમારી બહેનો મુસ્લિમ છે, તેમની સંભાળ રાખવી પડશે. તેમણે કહ્યું કે તેઓ તેમના દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. દેશના હિત માટે જે કરવું પડે તે કરીશું, અમે મીડિયા માટે પ્રતિબદ્ધ છીએ. તેઓએ અમારી માન્યતાઓ અને ઇસ્લામિક માન્યતાઓનું ધ્યાન રાખવું પડશે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તાલિબાન મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવા પ્રતિબદ્ધ છે. મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરી શકે છે. મહિલાઓ સાથે કોઈ ભેદભાવ રહેશે નહીં.

અફઘાનિસ્તાનની મહિલામાં ભયનો માહોલ

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, ત્યારથી દેશમાં અશાંતિ છે. સમગ્ર વિશ્વમાં અફઘાનિસ્તાનની સ્થિતિની ચર્ચા થઈ રહી છે. કાબુલ કબજે કર્યા પછી લગભગ આખો દેશ તાલિબાનના કબજામાં આવી ગયો છે. આવી સ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશની સ્થિતિ ખૂબ જ અશાંત છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહિલાઓમાં છે, કારણ કે તેઓ તેમના અધિકારો ગુમાવવાનો ડર ધરાવે છે.

આ પણ વાંચો : બ્રોકોલીની ખેતીથી ખેડૂતોની આવકમાં થશે વધારો, આ બાબતોનું ધ્યાન રાખી કરો બ્રોકોલીની સફળ ખેતી

આ પણ વાંચો :સજીવ ખેતીથી વાર્ષિક 40 લાખ રૂપિયા કમાય છે આ ખેડૂત, 2000 ખેડૂતોને પણ કરાવે છે સજીવ ખેતી

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati