WhatsApp પર છે હેકર્સની નજર, ક્યારેય ન કરતા આ પ્રકારની ભૂલો

|

Jul 29, 2022 | 8:54 PM

સીઆઈડી (CID) એ પણ આ અંગે એક ચેતવણી જાહેર કરી છે. અસમની સીઆઈડીએ હાલમાં જ વોટ્સએપ યુઝર્સને હેંકિગની નવી રીતથી બચવા માટે સાવધાન કર્યા છે.

WhatsApp પર છે હેકર્સની નજર, ક્યારેય ન કરતા આ પ્રકારની ભૂલો
WhatsApp
Image Credit source: file photo

Follow us on

WhatsApp New Scam : વોટ્સએપ એ દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. તે લોકો વચ્ચેના સંવાદોને સરળ બનાવે છે. તે પોતાની સુવિધામાં વધારો કરતો જ રહે છે. પણ ખતરનાક હેકર્સની નજર હવે વોટ્સએપ યુઝર્સ પર છે. આ હેકિંગથી તે વોટ્સએપ યુઝર્સના બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. તમારી મહેનતની પૂંજી તમારી એક નાની ભૂલથી હેકર્સના હાથમાં જઈ શકે છે. સીઆઈડી (CID) એ પણ આ અંગે એક ચેતવણી જાહેર કરી છે. અસમની સીઆઈડીએ હાલમાં જ વોટ્સએપ યુઝર્સને હેંકિગની નવી રીતથી બચવા માટે સાવધાન કર્યા છે. વાત એમ છે કે અસમમાં સીઆઈડીને વોટ્સએપ પરથી ઓનલાઈ ફ્રોડની ઘણી બધી ફરિયાદો મળી છે. તેથી અસમ સીઆઈડીએ જનહિતમાં એક એડવાઈઝરી જાહેર કરી છે. જે દરેક વોટ્સએપ યુઝર્સને જાણવી જરુરી છે.

ઓનલાઈન ફ્રોડ થતા અહિંયા કરવી જોઈએ રિપોર્ટ

સીઆઈડીએ જણાવ્યા પ્રમાણે જો વોટ્સએપ પર કોઈ ફ્રોડ મેસેજ આવે તો તરત તેનો સ્ક્રીનશોટ લો. જો તમારી સાથે ફ્રોડ થયો હોય તો તેની પણ ફરિયાદ કરવી જોઈએ અને સાયબર અપરાધ માટેની વેબસાઈટ Cybercime.gov.in પર તમારી ફરિયાદ અને જરુરી માહિતી આપવી જોઈએ.

આ રીતે થઈ શકે છે વોટ્સએપ પર ઓનલાઈન ફ્રોડ

હેકર્સ વોટ્સએપ પર ગિફટ કાર્ડ, કેશબેક, કૂપન, વાઉચરની લાલચ આપે છે. વોટ્સએપ યુઝર્સને લૂંટવા તેમને વિશ્વાસ થાય એ માટે પ્રોફાઈલ ફોટો જાણીતા અધિકારીઓનો રાખવામાં આવે છે. તેઓ મોટા મોટા નેતાઓના ફોટો વાપરીને કોઈ પાર્ટીના નામથી પણ આવા ફ્રોડ કરતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ રીતે કામ કરે છે હેકર્સ

તે જે કંપનીનું નામ લઈ ફ્રોડ કરવાના હોય તેની માહિતી તે કંપનીની વેબસાઈટ પરથી લેતા હોય છે. અસમની એડવાઈઝરીમાં આગળ જણાવવામાં આવ્યુ કે તેઓ આવી માહિતી લઈને અનેક પ્લેટફોર્મ પરથી લોકોને લૂંટવાનું કામ કરે છે. મેસેજ, ઈમેલ, વોટ્સએપથી લોકોના કોલ ઉઠાવતા પણ નથી અને મેસેજ પર સરખા જવાબ પણ નથી આપતા, પણ ગિફટ કાર્ડ કે અન્ય વાઉચરથી તેમને તેમના પૈસા લૂંટે છે. આવા ફ્રોડ સામે લોકોએ સાવધાન રહેવુ જોઈએ. જો લોકો વોટ્સએપ પર આવતા ગિફટ કાર્ડ કે વાઉચરની લાલચમાં આવશે તો તેમને મોટી રકમ ખોવી પણ પડી શકે છે.

Next Article