Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?
RBI એ Sovereign Gold Bondની કિંમત રૂ 4,765 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા પર રૂ. 50 નું ડિસ્કાઉન્ટ મળશે.
હાલ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે અને આ સમયે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે 100 ટકા શુદ્ધ સોનું ખરીદવાની સુવર્ણ તક છે. તમે 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond) માં રોકાણ કરી શકો છો.
RBI એ સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત રૂ 4,765 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા પર રૂ. 50 નું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, ડિજિટલ પેમેન્ટ કરવા પર વ્યક્તિએ એક ગ્રામ સોના માટે 4,715 રૂપિયા ચૂકવવો પડશે. 24 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ ગોલ્ડનો બજાર ભાવ 49385 રૂપિયા હતો.
સોવરિન ગોલ્ડ બોન્ડની 2021-22 શ્રેણી હેઠળ ઓક્ટોબર 2021 થી માર્ચ 2022 વચ્ચે 4 તબક્કામાં બોન્ડ જારી કરવામાં આવશે. સોવરેન ગોલ્ડ બોન્ડ નાણાકીય વર્ષ 2021-22માં કુલ 10 તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. તેમાંથી ગોલ્ડ બોન્ડ મે 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી 6 તબક્કામાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ સાતમી શ્રેણી છે.
ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.
સસ્તા સોનાની કિંમત શું છે ? SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4,765 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47650 રહેશે.
ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.
સસ્તું સોનુ ખરીદવાની કોઈ મર્યાદા હોય છે? સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
શું લોક ઈન પિરિયડ હોય છે? બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.
ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.
આ પણ વાંચો : Gold : સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ, તમારી સતર્કતા છેતરપિંડીને ટાળશે
આ પણ વાંચો : PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો શું છે સરકારી યોજના