Google નું નવુ ફિચર, આ રીતે કરી શકો છો છેલ્લી 15 મિનીટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ
માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મીનિટની સર્ચ હિસ્ટરી ડિલીટ કરી શકો છો. ગુગલે આ નવુ ફિચર એડ કરીને યૂઝર્સને વધુ પ્રાઇવસી આપવાનો પ્રયત્ન કર્યો છે.
ગુગલ (Google) સર્ચના ઓપ્શનમાં (Google Search Option) એક નવુ અપડેટ આવ્યુ છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મીનિટની સર્ચ હિસ્ટરી (Search Histoy) ડિલીટ કરી શકો છો. ગુગલે આ નવુ ફિચર એડ કરીને યૂઝર્સને વધુ પ્રાઇવસી આપવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં આ ફિચર ફક્ત આઇઓએસ (IOS) એટલે કે આઇફોન (I Phone) માટે જ લોન્ચ કરવામાં આવ્યુ છે પરંતુ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ (Android) યૂઝર માટે પણ આ ફિચર લોન્ચ કરવામાં આવશે
ગુગલે ગત વર્ષે જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ઓટો ડિલીટ હિસ્ટ્રી ફિચર લોન્ચ કર્યુ હતુ અને હવે તેમાં જ વધારો કરીને ગુગલે છેલ્લા 15 મિનીટની હિસ્ટ્રી ડિલીટ થઇ શકે તેવું ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરના આવ્યા બાદ યૂઝર્સે સર્ચ હિસ્ટ્રી મેન્યુઅલી ડિલીટ કરવાની જરૂર નહીં પડે
કઇ રીતે સેટ કરશો ફિચર
- સૌથી પહેલા ગુગલ એકાઉન્ટ બનાવોગુગલ એકાઉન્ટમાં મેન્યૂ આવી જશે
- પોતાના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો
- હવે તમને અહીં એક નવુ Quick Delete નું ઓપ્શન મળશે
- Quick Delete પર ક્લિક કરો
- હવે તમને Delete Last 15 Minutes નું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
- હવે છેલ્લી 15 ની સર્ચ હિસ્ટ્રી જાતે જ ડિલીટ થઇ જશે
તમે આ ફિચરને Google Assistant ના ઉપયોગથી પણ સેટ કરી શકો છો. જેના માટે તમારો બોલવું પડશે ‘હેય ગુગલ. મે જે પણ કંઇ સર્ચ કર્યુ છે તેને ડિલીટ કરી દે’ આ બોલ્યા બાદ ઑટો ડિલીટ ઓપ્શન સામે આવી જશે. અહીં તમને ત્રણ ઓપ્શન મળશે 3 મહિના, 18 મહિના અને 36 મહિના તમે આ ત્રણમાંથી મનગમતા ઓપ્શનને સિલેક્ટ કરીને સેટિંગને સેટ કરી શકો છો.
આ પણ વાંચો – Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત
આ પણ વાંચો – કોરોના કરતા પણ વધુ ઘાતક છે TB, ગુજરાતમાં દર દોઢ મીનીટે એકનું મૃત્યુ અને વર્ષે TB ના દોઢ લાખ નવા કેસો