Google AI Image Generator : ગૂગલ સ્લાઈડમાં આર્ટિફઇશિયલ ઈન્ટેલિજેન્સની મદદથી બનાવી શકાશે Photos, આવી ગયું આ નવુ ફીચર

Tech news : ટેક ફર્મ એ ગૂગલ સ્લાઈડમાં AIથી ફોટો ક્રિએટ કરવાનું ફીચર બહાર પાડ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ગૂગલ સ્લાઈડ પ્રેજેન્ટેશન બનાવવામાં બેકગ્રાઉન્ડ અને ફોટોનો ઉપયોગ કરી શકશે. આ પહેલા અમેરિકી ટેક કંપની એ Google I/O 2023 ઈવેન્ટમાં આ ફીચરની જાહેરાત કરી હતી.

Google AI Image Generator : ગૂગલ સ્લાઈડમાં આર્ટિફઇશિયલ ઈન્ટેલિજેન્સની મદદથી બનાવી શકાશે Photos, આવી ગયું આ નવુ ફીચર
google slides ai image generator use artificial intelligence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:06 PM

Google AI : ટેકનોલોજીના યુગમાં આર્ટિફઇશિયલ ઈન્ટેલિજેન્સ અને ચેટ GTPએ ભારે ધમાલ મચાવી છે. ટેક્નોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની ગૂગલ એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પર આધારિત એક ફિચર લોન્ચ કર્યું છે. ટેક ફર્મ એ ગૂગલ સ્લાઈડમાં AIથી ફોટો ક્રિએટ કરવાનું ફીચર બહાર પાડ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ગૂગલ સ્લાઈડ પ્રેજેન્ટેશન બનાવવામાં બેકગ્રાઉન્ડ અને ફોટોનો ઉપયોગ કરી શકશે.

ગૂગલના આ ફીચરનો ઉપયોગ Slidesમાં ‘Help me visualize’ સાઈડ પેનલની મદદથી કરી શકાશે. અહીં તમે પોતાની જરુરીયાત હિસાબે ફોટો બનાવવા માટે ટેકસ્ટ લખી શકો છો. જોકે આ ફીચર ડેસ્કટોપ યૂઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં આ ફીચર બધા માટે નથી. આ પહેલા અમેરિકી ટેક કંપની એ Google I/O 2023 ઈવેન્ટમાં આ ફીચરની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:  Tech News: Gmailમાં મળવા લાગ્યો AI સપોર્ટ, હવે તમે ઓછા સમયમાં કરી શકશો આ કામ

સાબુદાણા ખાવાથી શરીરમાં શું થાય છે? ફાયદા તમે નહીં જાણતા હોવ
મોટાપો બન્યો છે દુશ્મન ! આ મહિલાએ કરી બતાવ્યું, અપનાવો આ ટ્રીક
'મર્ડર ગર્લ' મલ્લિકા શેરાવતે છોડ્યો દેશ ? વિદેશમાં બનાવ્યું ઘર, બતાવી ઝલક
બીયર અને વજન વધવા વચ્ચે શું સંબંધ છે? સ્ટડીમાં થયો મોટો ખુલાસો
Paris Olympics 2024 : જાણો કોણ છે રેસલર અમન સેહરાવત , જુઓ ફોટો
Weight Loss : 1 થી 5 કિલો વજન ઘટાડવામાં કેટલો સમય લાગે છે?

Google Slidesમાં આ રીતે કરો AI ફીચરનો ઉપયોગ

  1. સૌથી પહેલા ગૂગલ વર્કસ્પેસ લેબમાં સાઈન અપ કરો.
  2. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલના ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન’ સાથે સહમત થવું પડશે.
  3. ગૂગલ સ્લાઈડ પર Help me visualize ઓપ્શન જોવા મળશે.
  4. અહીંથી તમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની મદદથી ફોટો બનાવી શકશો.
  5. જરુરના હિસાબથી ટેક્સ્ટ લખ્યા બાદ અલગ અલગ ફોટો સ્ટાઈલ જોવા મળશે.
  6. તેમા ફોટોગ્રાફઈ, ક્લિપ આર્ટ, બેકગ્રાઉન્ડ, ફ્લેટ લે અને ઈલેસ્ટ્રેશન ફોટો સ્ટાઈલ શામેલ છે.

આ પણ વાંચો: Google Features: ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કર્યા નવા ફીચર્સ, આ રીતે થશે ઉપયોગી

Google Meet માટે આ ફીચર થયુ જાહેર

ગૂગલ મીટમાં Viewer Mode ફીચરની પણ શરુઆત કરવામાં આવી છે. આ ફીટરની મદદથી મીટિંગમાં વ્યૂઅર્સ ઓડિયો અને વીડિયો શેયર નહીં શકી શકે. મીટિંગમાં શામેલ યૂઝર્સને સારી રીતે મીટિંગ ચલાવવા માટે કો-હોસ્ટ અને કંટ્રીબ્યૂટર્સ બનાવી શકાશે. મોટા વેબિનાર સમયે ગૂગલ મીટમાં ઘણા લોકોના ઓડિયો અને વીડિયો ખલેલ પહોંચાડતા હોય છે. Viewer Modeની મદદથી આ સમસ્યાને રોકી શકાશે. જેથી મીટિંગ કે વેબિનાર સારી રીતે સંપન્ન થઈ શકે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">