Google Photos નું નવુ ‘More Like This’ ફિચર તમારા સર્ચને બનાવશે વધુ સરળ, જાણો સમગ્ર વિગત
Google Photosના સર્ચ ઓપ્શનમાં ફિલ્ટર્સ પણ ઉમેરવામાં આવશે. આની મદદથી યુઝર્સ ઉંમર, સ્થાન અને અન્ય જગ્યાઓ માટે ફિલ્ટર લગાવીને સરળતાથી તસવીરો શોધી શકશે. પાર્ક, સ્કૂલ, કાર, ફૂડ, એનિમલ અને ઘણા બધા જેવા વિવિધ પ્રકારના સોર્ટિંગ વિકલ્પો પણ હશે.

Google Photos એ એપમાં એક નવું ફીચર ઉમેર્યું છે જે તમારી લાઇબ્રેરીમાં સર્ચ કરવાનું વધુ સરળ બનાવશે. તે More Like This ના નામથી એપ્લિકેશનમાં દેખાય છે. તેનું કામ તમારી લાઇબ્રેરીમાંના કોઇ એક પિક્ચર જેવા જ સેમ પિક્ચરને શોધીને તમને આપવાનું છે. તો ચાલો આ ફિચર વિશે વિગતવાર જાણીએ.
Google Photos ની More Like સુવિધા તમને તમારી લાઇબ્રેરીમાં સમાન ફોટા શોધવામાં મદદ કરશે. આમાં અલગ-અલગ સમયે અને અલગ-અલગ જગ્યાએ ક્લિક કરાયેલા ફોટા પણ સામેલ હશે. અમે હજી સુધી અમારી Google Photos ઍપમાં આ બટન જોયું નથી. શક્ય છે કે તે ધીમે ધીમે તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચશે.
સમાચાર મુજબ, તમે તમારા ફોટાની વિગતોમાં ‘એડ ટુ આલ્બમ’ અને ‘મૂવ ટુ આર્કાઇવ’ બટનની બાજુમાં આ બટન જોશો. જ્યારે તમે ફોટો પર ‘More Like This’ બટન દબાવો છો, ત્યારે Google Photos ચિત્રને સ્કેન કરશે અને તમારી લાઇબ્રેરીમાં અન્ય સમાન ફોટોઝ શોધવાનું શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર ગૂગલના AI અને મશીન લર્નિંગની મદદથી કામ કરશે.
સમાચાર અનુસાર, Google Photosના સર્ચ ઓપ્શનમાં ફિલ્ટર્સ પણ ઉમેરવામાં આવશે. આની મદદથી યુઝર્સ ઉંમર, સ્થાન અને અન્ય જગ્યાઓ માટે ફિલ્ટર લગાવીને સરળતાથી તસવીરો શોધી શકશે. પાર્ક, સ્કૂલ, કાર, ફૂડ, એનિમલ અને ઘણા બધા જેવા વિવિધ પ્રકારના સોર્ટિંગ વિકલ્પો પણ હશે.
અગાઉ Google Photosના વેબ વર્ઝનમાં Memories ફીચર ઉમેરવામાં આવ્યું હતું. આની મદદથી, વપરાશકર્તાઓ તેમના કમ્પ્યુટર્સ પર Google Photos ની ગેલેરીમાં તાજેતરના હાઇલાઇટ્સ સાથે મેમરીને જોઈ શકશે. આ મેમરીમાં, જૂના અને નવા બંને ફોટા વપરાશકર્તાની લાઇબ્રેરીમાંથી લેવામાં આવે છે.
આ પણ વાંચો –
ઓછા રસીકરણવાળા 40 જિલ્લાના DM સાથે PM મોદીની આજે બેઠક, CM પણ રહેશે હાજર, આ બાબતો પર કરાશે ચર્ચા
આ પણ વાંચો –
Winter Health Tips: શિયાળામાં બીમારીઓનું જોખમ વધી જાય છે, સ્વસ્થ રહેવા માટે અનુસરો આ ટીપ્સ
આ પણ વાંચો –