અજાણ્યા નંબરોથી આવતા ફોન માટે ગૂગલ લાવ્યું છે આ એપ્લિકેશન, જાણો વિશેષતા

ગૂગલ ફોન એપ પર હવે અજાણ્યા ફોન નંબર્સથી આવતા કોલ રેકોર્ડ કરવાનો વિકલ્પ મળશે. ગયા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ વિકલ્પ શરૂ કર્યો હતો જે ઘણા ફોનમાં ઉપલબ્ધ છે.

અજાણ્યા નંબરોથી આવતા ફોન માટે ગૂગલ લાવ્યું છે આ એપ્લિકેશન, જાણો વિશેષતા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 10:51 AM

આજકાલ ફોન કોલ્સ દ્વારા ફ્રોડ કરવાના કેસ ખુબ વધી ગયા છે. આવામાં ગૂગલ ફોન એપ્લિકેશનમાં હવે એક નવી ટેકનોલોજી શામેલ થવા જઈ રહી છે. ગૂગલ ફોન એપ પર હવે અજાણ્યા ફોન નંબર્સથી આવતા કોલ ઓટોમેટિક રેકોર્ડ કરવાનો વિકલ્પ મળશે. ગયા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ વિકલ્પ શરૂ કર્યો હતો જે ઘણા ફોનમાં ઉપલબ્ધ છે. પાંચ કરોડથી વધુ ફોન્સમાં રહેલી આ એપની સેટિંગમાં હવે આ વિકલ્પ આપવાનો શરુ કરવામાં આવ્યો છે.

જો કે આ વિકલ્પ બધા દેશોમાં ઉપલબ્ધ થશે નહીં, પરંતુ ભારતમાં લોકો તેનો ઉપયોગ કરી શકશે. આ એપને લઈને બીજી તકલીફ એ છે એ આ સુવિધા દરેક ફોન્સમાં જોવા નહીં મળે. તેમજ જો વપરાશકર્તા રેકોર્ડિંગનો વિકલ્પ અપનાવે છે, તો તેની સૂચના કોલ કરનાર એટલે કે સામેવાળાને પણ મળશે.

એટલે કે, તેને જાણ થઇ જશે કે કોલ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે, અને ભવિષ્યમાં આ રેકોર્ડીંગનો ઉપયોગ થઇ શકે છે. આવા કેસમાં સામેવાળો સતર્ક થઇ શકે છે. અને ફ્રોડ કરતા અટકવાની સંભાવના બની શકે છે. તમને જણાવી દઈએ કે ચાઇનીઝ સહિત સેમસંગ અને અન્ય ઘણી કંપનીઓમાં ઓટો કોલ રેકોર્ડિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ આમાં કોલાર જાણતો નથી કે વાતચીત રેકોર્ડ થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પરંતુ ગૂગલના આ ફીચરમાં કોલરને નોટીફિકેશન મળે છે. અને તેનાથી માનવામાં આવી રહ્યું છે કે કોલ રેકોર્ડીંગના ડરથી ફ્રોડ કરનાર લોકોમાં ડર ઉત્પન્ન થવાની સંભાવના છે. જેથી કરીને ફ્રોડ થતા ઓછા થઇ શકે છે. આ સેટિંગ સિલેક્ટ કર્યા બાદ અજાણ્યા નંબરના ફોન ઓટોમેટિક રેકોર્ડ થશે.

આ પણ વાંચો: લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ

આ પણ વાંચો: Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">