Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલથી આજથી દેશભરમાં ટીકા ઉત્સવ શરુ થઇ રહ્યો છે. આ દરમિયાન રશીકરણ યોગ્ય લોકોને વાળું વેક્સિન આપવા પર ભાર મુકવામાં આવશે.

Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં 'ટીકા ઉત્સવ' શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર
Art by Sudarshan (PTI Photo)
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 9:55 AM

દેશમાં કોરોના વાયરસ સામેના યુદ્ધને વધુ તીવ્ર બનાવવા માટે આજથી ‘ટીકા ઉત્સવ’ની શરૂઆત થઇ રહી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે આજે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી રવિવાર 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીકા ઉત્સવનો ઉદ્દેશ વધુને વધુ પાત્ર લાભાર્થીઓને રસી આપવાનો છે. આ દરમિયાન, ઘણા રાજ્યોએ પણ રસીની અછતની ફરિયાદ કરી છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સપ્લાય પણ વધુ તેજ બનાવ્યું છે.

‘ટીકા ઉત્સવ’ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા ઘણા રાજ્યો યોગ્ય લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને ‘ટીકા ઉત્સવ’ દરમિયાન મોટી સંખ્યામાં રસી લેવાની અપીલ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે ભારતે 85 દિવસમાં 100 મિલિયન રસી લગાવી છે અને વિશ્વમાં સૌથી ઝડપથી ચાલતું રસીકરણ અભિયાન બની ગયું છે.

મંત્રાલયે કહ્યું કે અમેરિકાને રસીના 100 મિલિયન ડોઝ આપવામાં 89 દિવસનો સમય લાગ્યો છે જ્યારે ચીનને આ ઓપરેશન પૂર્ણ કરવામાં 102 દિવસનો સમય લાગ્યો હતો. વડા પ્રધાન કાર્યાલયે પણ એક ચાર્ટ ટ્વીટ કર્યું હતું જેમાં ભારતમાં સૌથી ઝડપી રસીકરણ દર્શાવવામાં આવ્યું હતું અને તેને ‘સ્વસ્થ અને કોવિડ મુક્ત ભારત માટે સખત પ્રયાસ’ ગણાવ્યો હતો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ગુરુવારે મુખ્યમંત્રી સાથે કોવિડ -19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને અપીલ કરી કે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘કેટલીક વાર આનાથી વાતાવરણ બદલવામાં મદદ મળે છે. જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ 11 એપ્રિલે છે અને 14 એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ છે. શું આપણે ‘ટીકા ઉત્સવનું આયોજન કરીને ટીકા ઉત્સવનું વાતાવરણ બનાવી શકીએ?’

પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આપણે વિશેષ ઝુંબેશ દ્વારા વધુને વધુ પાત્ર લાભાર્થીઓને રસી આપવી જોઈએ અને વેક્સિન બિલકુલ બરબાદ ના થાય તેના પર વિચાર કરવો જોઈએ. જો ‘ટીકા ઉત્સવ’ દરમિયાન ચાર દિવસમાં બરબાદી ન થાય તો તે આપણી રસીકરણ ક્ષમતામાં વધારો કરશે.’ જ્યારે કેટલાક રાજ્યોએ રસીના સપ્લાયમાં અછતનો મુદ્દો ઉઠાવ્યો છે, ત્યારે કેન્દ્રએ કહ્યું છે કે તમામ રાજ્યોને રસીની પૂરતી સંખ્યા ફાળવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જ્યોતિબા ફૂલેની જન્મજયંતી 11 એપ્રિલે છે અને 14 એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ છે. આ અવસર પર ભારતમાં રસીકરણ અભિયાનને જોર દેવા માટે ટીકા ઉત્સવનું આયોજન થઇ રહ્યું છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">